કાબુલે શાંતિ બહાલ કરવા માટે તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપ્યો

કાબુલે શાંતિ બહાલ કરવા માટે તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપ્યો (પ્રતિકાત્મક તસવીર)

Afghanistan government- છેલ્લા એક સપ્તાહમાં તાલિબાને દેશના 10 પ્રાંતોની રાજધાની પર કબજો જમાવી લીધો છે. જેમાં હાલમાં ગજની પર કબજો કરવામાં આવ્યો છે. જે કાબુલના દક્ષિણ-પશ્ચિમથી ફક્ત 130 કિલોમીટરની દૂરી પર છે

 • Share this:
  કાબુલ : અફઘાન સરકારના(Afghanistan government) મધ્યસ્થોએ દોહામાં થયેલી શાંતિ વાર્તા દરમિયાન તાલિબાન (Taliban)સમક્ષ સત્તા શેર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં હિંસા (violence)રોકવા માટે સરકારે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા કતરને પ્રસ્તાવ આપ્યો છે. જે પ્રમાણે દેશમાં શાંતિ બહાલ કરવાની અવેજમાં તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક દિવસોમાં મોટા ભાગ પર કબજો કરી લીધો છે. તેમની તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

  છેલ્લા એક સપ્તાહમાં તાલિબાને દેશના 10 પ્રાંતોની રાજધાની પર કબજો જમાવી લીધો છે. જેમાં હાલમાં ગજની પર કબજો કરવામાં આવ્યો છે. જે કાબુલના દક્ષિણ-પશ્ચિમથી ફક્ત 130 કિલોમીટરની દૂરી પર છે. ગજની પર કબજો કરવાથી રાજધાનીનો એક મહત્વના હાઇવેથી સંપર્ક તૂટી ગયો છે. આ અફઘાનની રાજધાનીને દક્ષિણપ્રાંત સાથે જોડે છે. જોકે કાબુલ પર હજુ સુધી પ્રત્યક્ષ રુપથી કોઇ ખતરો નથી. પણ ગજની પર કબજા સાથે તાલિબાને દેશના બે તૃતિયાંશ ભાગ પર કબજો કરી લીધો છે. હજારો લોકો પોતાના ઘરોને છોડીને ભાગી રહ્યા છે.

  આ પણ વાંચો - રૂમમાં ઊંઘી રહેલી માતા અને તેના બે બાળકોને સાપ કરડ્યો, માતાનું મોત, બાળકો હોસ્પિટલમાં

  કાબુલને 30 દિવસોમાં અલગ થલગ કરી દેશે તાલિબાન

  અમેરિકી ગુપ્તચર સંસ્થાના રિપોર્ટ પ્રમાણે તાલિબાન આગામી 30 દિવસોમાં કાબુલને અલગ-થલગ કરી શકે છે અને 90 દિવસોની અંદર આખા દેશ પર કબજો કરી લેશે. અફઘાન દળોનું જે ખરાબ રીતે પતન થઇ રહ્યું છે તેને જોતા સવાલ ઉભો થઇ રહ્યો છે કે અમેરિકી સુરક્ષા વિભાગે યુદ્ધ, સેના પ્રશિક્ષણ અને પુનનિર્માણમાં જે 830 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો તે ક્યાં ગયા.

  અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવથી સ્થિતિ ખરાબ થઇ રહી છે. તાલિબાને અત્યાર સુધી ઘણા પ્રાંતની રાજધાનીઓ પર કબજો કરી લીધો છે. આ દરમિયાન ભારત સરકારે અફઘાનિસ્તાનના ચોથા મોટા શહેર મજાર-એ-શરીફથી પોતાના ડિપ્લોમેટ્સ (Indian Diplomats)અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. આ અંતર્ગત અફઘાનિસ્તાનના ઉત્તરી શહેર મજાર-એ-શરીફથી નવી દિલ્હી માટે મંગળવારે એક વિશેષ ફ્લાઇટ રવાના થઇ હતી.

  તાલિબાને દેશના બહારી ભાગો પર કબજા પછી હવે પ્રાંતોની રાજધાનીઓ તરફ વધવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 5 દિવસોમાં તાલિબાને ઉત્તરમાં કુંદૂજ, સર એ પોલ અને તાલોકાન પર કબજો કર્યો છે. આ શહેર પોતાના જ નામના પ્રાંતની રાજધાનીઓ છે. દક્ષિણમાં ઇરાનની સરહદ સાથે લાગેલી નિમરોજ પ્રાંતની રાજધાની જરાંજ ઉપર પણ કબજો કરી લીધો છે.
  Published by:Ashish Goyal
  First published: