Home /News /national-international /

Agenda Uttar Pradesh: CM યોગીએ News 18 ના મંચ પર જણાવ્યું ક્યાંથી લડશે ચૂંટણી!

Agenda Uttar Pradesh: CM યોગીએ News 18 ના મંચ પર જણાવ્યું ક્યાંથી લડશે ચૂંટણી!

એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં સીએમ યોગીએ વિપક્ષી પાર્ટી સપા અને તેના મુખિયા અખિલેશ યાદવ પર ઘણા પ્રહાર કર્યા

Assembly Election 2022 - સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું કે જે વ્યક્તિ દિવસના 12 વાગે ઊંઘીને ઉઠે તેને કેવી રીતે ખબર હોય વિકાસ વિશે

    લખનઉ : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીની (Uttar Pradesh Assembly Election 2022) જાહેરાત પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (cm yogi adityanath)ન્યૂઝ 18ના સૌથી મોટી ચર્ચા એજન્ડા યૂપીના (Agenda Uttar Pradesh)મંચ પર હતા. આ દરમિયાન એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં સીએમ યોગીએ વિપક્ષી પાર્ટી સપા અને તેના મુખિયા અખિલેશ યાદવ પર ઘણા પ્રહાર કર્યા હતા. એ પણ દાવો કર્યો કે આ ચૂંટણીમાં (Assembly Election 2022 )જનતા ફરી એક વખત ભાજપા સરકાર પર વિશ્વાસ કરશે. પોતે ક્યાંથી ચૂંટણી લડશે તે વાત પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ પાર્ટીનો નિર્ણય છે કે તે ક્યાંથી ચૂંટણી લડશે. સાથે તેમણે ઇશારો-ઇશારોમાં કહી દીધું કે મથુરા પર વિચાર છે. તેમણે કહ્યું કે જો બીજેપીના કોઇ નેતાના સપનામાં કૃષ્ણ આવે તો આવું સપનું તો મને પણ આવે છે.

    અખિલેશ યાદવ પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે જો સપા પ્રમુખ 400 સીટો પર જીતની વાત કરે છે તો તે સપનું જોઈ રહ્યા છે અને સપના જોવા ખરાબ વાત નથી. જોકે જ્યારે તેમને તક મળી તો તેમણે શું કર્યું તે બધાને ખબર છે. જો તે કહે છે કે ત્રણ સીટ અમારી છે તો તે વાત સાચી છે કે એક સીટ ચાચાની, એક પોતાની અને એક પરિવારના કોઇને લઇ લો.

    આ પણ વાંચો - PM ની સિક્યોરિટી પર CM ચન્નીએ કર્યું પ્રિયંકા ગાંધી વાડ્રાને બ્રીફ, ભડક્યા બીજેપીના નેતા

    અખિલેશ યાદવ પર કટાક્ષ

    સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું કે જે વ્યક્તિ દિવસના 12 વાગે ઊંઘીને ઉઠે તેને કેવી રીતે ખબર હોય વિકાસ વિશે, કેટલાક લોકો જીવનભર બબુઆ જ રહે છે. હું તો અખિલેશ જી ને ફોન કરીને ખબરઅંતર લેતો જ રહું છું. ઉત્તર પ્રદેશમાં હાલના દિવસોમાં અત્તરના વેપારી પર પડેલી ઇન્કમટેક્સની રેડ અને ઇડીના છાપા પર સીએમ યોગીએ વાત કરી હતી. તેમણે કહ્યું કે સપા વધારે સારી જાણે છે કારણ કે ઇન્કમટેક્સની રેડમાં સૌથી વધારે પીડા સમાજવાદી પાર્ટીને જ થઈ છે.



    પીએમ મોદીની સુરક્ષામાં લાપરવાહી વિશે શું કહ્યું

    પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની વાત પર સીએમ યોગીએ કહ્યું કે આ નિંદનીય છે. દેશની સામે સવાલ છે કે પીએમની સુરક્ષામાં કોંગ્રેસ આવું કરે છે તો સામાન્ય લોકોની સુરક્ષાને લઇને તેમનું વલણ કેવું હશે તે વિચારવું રહ્યું. નવજોત સિહ સિદ્ધુએ કહ્યું કે બીજેપી તેને મુદ્દો બનાવી રહી છે તેના પર સીએમ યોગીએ કહ્યું કે તેમને ગંભીરતાથી તેમની પાર્ટી લેતી નથી. જે વ્યક્તિ ભારતના દુશ્મન દેશના જનરલને ભેટે તેની વાતને કેમ સાંભળવી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election, Assembly Election 2022, CM Yogi Adityanath

    આગામી સમાચાર