ન્યૂઝ18ના 'એજન્ડા ઈન્ડિયા' કોનક્લેવમાં સામેલ થશે રાજકારણના આ દિગ્ગજ
ન્યૂઝ18ના 'એજન્ડા ઈન્ડિયા' કોનક્લેવમાં સામેલ થશે રાજકારણના આ દિગ્ગજ
બીજેપી અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ ફોટો)
ચૂંટણી સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ શોધવા માટે આ કોનક્લેવમાં સત્તાર પક્ષ, વિપક્ષી ગઠબંધન, પોલિસી એક્સપર્ટ્સ અને સ્ટ્રેટજિક થિંકર્સ એક જ મંચ પર એકત્ર થશે
નેટવર્ક18 રવિવારે ન્યૂઝ18 એજન્ડા ઈન્ડિયાની મેજબાની કરશે. એજન્ડા ઈન્ડિયા કોનક્લેવ સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે અને તેમાં એક્સપર્ટસ પોતાનો ચૂંટણી એજન્ડા જણાવશે. તેમાં રાજનીતિ, વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર પણ વાત થશે. તેમાં સૌથી વધુ ન્યૂઝમેકર્સનો સંગમ જોવા મળશે અને તેના માધ્યમથી દેશનો એજન્ડા નક્કી કરવામાં આવશે.
ચૂંટણી સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ શોધવા માટે આ કોનક્લેવમાં સત્તાર પક્ષ, વિપક્ષી ગઠબંધન, પોલિસી એક્સપર્ટ્સ અને સ્ટ્રેટજિક થિંકર્સ એક જ મંચ પર એકત્ર થશે. આ મંચ પર નેતાઓ ઉપરાંત દેશના દિગ્ગજ પોતાનો સ્પષ્ટ મત આપની સામે રજૂ કરશે.
તેમાં એક ખાસ સેગમેન્ટ આપણા સુરક્ષાકર્મીઓને સમર્પિત હશે. ન્યૂઝ18 એ શહીદોના પરિવારોને સન્માનિત કરશે જેઓએ દેશ માટે પોતાના પ્રાણની કુરબાની આપી. તેમના પરિવારને સન્માનિત કરવામાં આવશે અને તેમને 'જય હિંદ સન્માન' આપવામાં આવશે.
'જય હિંદ સન્માન' તે વીર પુરુષો અને મહિલાઓને પણ આપવામાં આવશે જે દરરોજ પોતાના જીવ પર ખેલીને આપણી રક્ષા કરે છે. આ અવસરે આઈટીબીપી અને બીએસએફના કલાકારો પણ સામેલ થઈ શકે છે. સેનાના અનેક અધિકારી પણ ઉપસ્થિત રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર