Home /News /national-international /ડોક્ટરને 70 વર્ષની ઉંમરે લગ્નના અભરખા મોંઘા પડ્યા, ભેજાબાજ યુવતીએ 1.80 કરોડનો લગાવ્યો ચૂનો

ડોક્ટરને 70 વર્ષની ઉંમરે લગ્નના અભરખા મોંઘા પડ્યા, ભેજાબાજ યુવતીએ 1.80 કરોડનો લગાવ્યો ચૂનો

પ્રતિકાત્મક તસવીર

Fraud Case : લખનઉ (lucknow) ના ડૉક્ટર (Doctor) ને ખૂબ જ એકલતા સતાવતી હતી. તેથી તેઓએ બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું હતું. આ માટે ડૉક્ટરે જાન્યુઆરીમાં લગ્ન માટે અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી

લખનઉ (Lucknow)ના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બીજા લગ્નનું (heart specialist doctor lucknow get married) સપનું જોવું મોંઘું પડ્યું. એક મહિલાએ ડોક્ટર લગ્નને લગ્નની લાલચ આપી ડોક્ટર પાસેથી 1.80 કરોડ રૂપિયા પડાવ્યા (Doctor lost 2 crore honeytrap) હતા પછી ફોન બંધ થઈ ગયો હતો. ડોક્ટરને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જાણકારી અનુસાર લખનઉના 70 વર્ષીય હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મુરાદાબાદની મોટી હોસ્પિટલમાં સેવા આપે છે. ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનું નિધન થયું હતું. ડૉક્ટરને ખૂબ જ એકલતા સતાવતી હતી. તેથી તેઓએ બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું હતું. આ માટે ડૉક્ટરે જાન્યુઆરીમાં લગ્ન માટે અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી.

પીડિત ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્નની જાહેરાત છાપ્યા બાદ તેમને અનેક પ્રસ્તાવ મળ્યા હતા. પરંતુ તેને 40 વર્ષીય ક્રિશા શર્મા પસંદ આવી હતી. ક્રિશા સાથે વોટ્સએપ અને કોલ બંને દ્વારા વાત કરવા લાગ્યા હતા. ક્રિશાએ પોતાની જાતને મરીન એન્જિનિયર ગણાવી હતી અને કહ્યું હતું કે તે ડિવોર્સી મહિલા છે અને અમેરિકાના ફ્લોરિડામાં રહે છે.

ક્રિશાએ ડોક્ટરને જણાવ્યું કે, તે હાલ અમેરિકામાં મોટા કાર્ગો શિપમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. લગભગ દોઢ મહિના બાદ તે મુંબઈ થઈને લખનઉ આવશે. ક્રિશાએ ડોક્ટરને જણાવ્યું કે, હવે તે નોકરી છોડીને બિઝનેસ કરવાનું વિચારી રહી છે. નોકરી દરમિયાન તેણે આફ્રિકાથી ઘણું સોનું ખરીદ્યું છે. પણ પોતાની સાથે આટલું સોનું લાવવું એ જોખમભર્યું છે.

આ પણ વાંચો - મદ્રાસ હાઈકોર્ટનો મોટો આદેશ : પોલીસ રેડમાં વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા લોકોની ધરપકડ ન કરો, દંડ પર પણ પ્રતિબંધ

ડોક્ટરને ક્રિશાએ જણાવ્યું હતું કે, તે રોયલ સિક્યોરિટી કંપનીમાંથી સોનું મોકલી રહી છે. તેણે ડૉક્ટરને સોનું લેવાનું કહ્યું હતું. ત્યારબાદ ડોક્ટરને કુરિયર કંપનીનો ફોન આવ્યો હતો. તેમણે ડોક્ટર પાસે કસ્ટમ ડ્યૂટી અને પરમિટ ફીના નામે 1.80 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ડૉક્ટરે પણ તેમને પૈસા આપ્યા હતા. બાદમાં જ્યારે તેણે ક્રિશાને ફોન કર્યો તો તેનો નંબર બંધ આવવા લાગ્યો હતો અને ડોક્ટરને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. તેણે લખનઉના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી હતી. એડીસીપી રાઘવેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર તેમણે ડોક્ટરની ફરિયાદ પર એફઆઇઆર નોંધી છે. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
First published:

Tags: Fraud case, Fraud News, Lucknow, ​​Uttar Pradesh News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો