હિન્દુ અને મુસ્લિમોમાં અગરબતીની એક અલગ જ ઓળખ રહી છે. આ માત્ર તમારી ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલ હોવાની સાથે-સાથે જીવનમાં શાંતિ અને સમુદ્ધિનો પણ સંચાર કરે છે. અગરબતીને સળગાવ્યા બાદ તેમાંથી જે સુગંધ નિકળે છે તે તમારા ઘરની આસપાસ તમારા મનમાં ખુશ્બુ ભરી દે છે પરંતુ શું તમને ખબર છે કે, અગરબત્તીનો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં પણ વધારે ખતરનાક છે.
વર્ષ 2015માં ચીનમાં થયેલ એક રિસર્ચ અનુસાર જ્યારે અગરબત્તી સળગાવવામાં આવે છે તો તેમાંથી નિકળતા ધુમાડામાં નાના પાર્ટિકલ્સ રહેલા હોય છે, જે હવામાં ભળે છે. આ પાર્ટિકલ્સમાં એક એવા પ્રકારનું ટોક્સિક હોય છે જે શરીરના અંદર રહેલા સેલ્સને નુકશાન પહોંચાડે છે.
જેનેટિક મ્યૂટેશન અને કેન્સર
રિસર્ચ અનુસાર અગરબત્તીમાંથી નિકળનાર ધુમાડામાં 3 રીતના ટોક્સિન્સ હોય છે જેમાં કેન્સર થઈ શકે છે. આનાથી શરીરની અંદર રહેલા જીનનું સ્વરૂપ બદલાઈ જાય છે, જે કેન્સરનું પ્રથમ સ્ટેજ છે. જેનેટિક મ્યૂટેશન મનુષ્ટના શરીરના ડીએએમાં ફેરફાર કરી નાંખે છે જે સારી યોગ્ય નથી.
શ્વાસની બિમારી
જ્યારે તમે અગરબત્તીથી નિકળનાર સુગંધિત ધુમાડાને સૂંઘવાની કોશિશ કરો છો તો તમારા ફેફડા સુધી પહોંચે છે જે તમને શ્વાસની બિમારી કરી શકે છે. આ ધુમાડામાં 64 પ્રકારના કણ રહેલા હોય છે જે શ્વાસ લેવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકે છે.
અગરબત્તીમાં રહેલા કેટલાક કર્ણ તમારા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર