વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ વિરુદ્ધ વેપારીઓએ દેશભરમાં કર્યુ પ્રદર્શન

News18 Gujarati
Updated: July 2, 2018, 4:27 PM IST
વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ વિરુદ્ધ વેપારીઓએ દેશભરમાં કર્યુ પ્રદર્શન

 • Share this:
દેશભરમાં લગભગ 1000 સ્થળોએ નાના વેપારીઓએ વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. ઇ-કોમર્સ કંપની ફ્લિપ કાર્ટ અને વોલમાર્ટની થયેલી ડીલના વિરોધમાં તથા એમોઝોન જેની ઇ-કોમર્સ કંપનીના ભારતમાં વધી રહેલા અતિક્રમણના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ મામલે  વેપારી મંડળે ડે. કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યુ હતુ.

ગુજરાતના વેપારીઓએ માંગ છે કે કેન્દ્ર સરકાર સાથે હસ્તક્ષેપ કરી વિદેશી કંપનીઓ ભારતમાં આવતી અટકાવે, આમ કરવાથી મહાજન સમુદાયનો દાવો છે કે આ કંપનીઓના અતિક્રમણના લીધે નાના અને મધ્યમ કદના ગુજરાતના અંદાજે ૬ લાખ વેપારીઓને ભારે અસર થશે અને તેમને મોટુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, અગાઉથી જ ઇ-કોમર્સ વેબસાઇટે ખુબ છૂટછાટ આપેલી છે જેનાથી ખુબજ ઓછા ભાવથી વસ્તુઓનું વેચાણ ઓનલાઇન થઇ રહ્યું છે.

ખંડેલવાલે દાવો કર્યો હતો કે ઈ -કોમર્સ માટે કોઈ નીતિ જ નથી તેવામાં વોલમાર્ટ જેવી કંપની માટે 2016ની એફડીઆઈ પોલિસી નોંધ- ૩ હેઠળ પ્રવેશ કરવો સરળ બની રહ્યો છે. ખંડેલવાલે કહ્યું કે વેપારીઓનું સંગઠન કેટ જરૂરી પડશે તો કોર્ટમાં પણ આ ડીલનો વિરોધ કરશે.સીએઆઈટી સંગઠન ભારતના કોમ્પિટિશન કમિશન સમક્ષ આ હસ્તાંક્ષર સામે વાંધો ઉઠાવી રહ્યુ છે .

ખંડેલવાલે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નાના બિઝનેસને સુધારવા કરેલી જાહેરાત મુજબ સરકાર હસ્તક્ષેપ કરીને આ ડીલ સામે જરૂરી પગલાં લેશે. વોલમાર્ટ -ફ્લિપકાર્ટ સોદો દેશ ડીલ નાના વેપારીઓને જરૂરથી પ્રભાવિત કરશે. દેશના નાના વેપારીઓ વોલમાર્ટ સામે ટકી નહીં જ શકે.
First published: July 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,144

   
 • Total Confirmed

  1,682,220

  +78,568
 • Cured/Discharged

  375,093

   
 • Total DEATHS

  101,983

  +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres