રિશૂ નાયડૂ, બૈતુલ. મધ્ય પ્રદેશના (Madhya Pradesh) બૈતૂલમાં (Betul) અંતે પ્રેમ કરનારા જોડાની જીત થઈ છે. યુવતીના પરિવારના સભ્યોએ જ પોતાની દીકરીના લગ્ન (Marriage) તેના પ્રેમી સાથે કરાવી દીધા. સોમવારે તમામ રીતિ-રિવાજની સાથે દીકરી અને તેના પ્રેમના વિવાહ સંપન્ન કરવામાં આવ્યા. મૂળે, ત્રણ દિવસ પહેલા બૈતૂલના ગંજ વિસ્તારમાં પોતાની બહેને પ્રેમ લગ્ન (Love Marriage) કરતાં નારાજ એક યુવકે જાહેર રસ્તા ઉપર જ જોરદાર હોબાળો કરી દીધો હતો. યુવકે પોતાના ત્રણ દોસ્તોની સાથે મળી પોતાની જ બહેનને રસ્તા પર વાળ પકડીને ખૂબ જ અમાનવીય રીતે ઘસડી હતી અને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વાતે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધું હતું.
પોલીસને આ મામલાની જાણ થતાં તેમણે તેની ગંભીર નોંધ લઈ 24 કલાક સુધી તપાસમાં લાગેલી રહી. પોલીસે બહેન સાથે અભદ્ર વ્યવહાર કરનાર અને તેની સાથે મારપીટ કરવાના મામલામાં તેના ભાઈ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, યુવતીના પરિજનોએ તેના પ્રેમી સાથે જ તમામ રીતિ-રિવાજ મુજબ ફરી લગ્ન કરાવી દીધા હતા.
મૂળે, ગંજ પોલીસ સ્ટેશનના બોરદેહીની રહેવાસી માધુરી રઘુવંશી (20) પોતાના બોયફ્રેન્ડ પપ્પૂ (21) સાથે ચૂપચાપ વિવાહ કરી એક હોટલમાં રોકાઈ હતી. આ દરમિયાન તેનો ભાઈ દુર્ગેશ પોતાના ત્રણ દોસ્ત સુરેશ, નીલેશ અને અર્જુનની સાથે ત્યાં પહોંચી ગયો. ભાઈએ પોતાની બહેનના વાળ પકડીને તેને ખરાબ રીતે ઘસડીને જમીન પર પાડી દીધી. ત્યારબાદ યુવતીને ત્રણ દોસ્તોની સાથે બળજબરીથી બાઇક પર બેસાડીને પોતાની સાથે લઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણને એક યુવકે પોતાના મોબાઇલ કેમેરામાં શૂટ કરી દીધો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો હતો. બૈતૂલ પોલીસના જણાવ્યા મુજબ, યુવતીના ભાઈ અને ત્રણ દોસ્તોની વિરુદ્ધ મામલો નોંધીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ, યુવતીના બાકી પરિવારના સભ્યોએ પારિવારિક સહમતિથી તેમના સન્માનપૂર્વક લગ્ન કરાવી તેને સાસરે વળાવી દીધી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર