MP, ઉત્તરાખંડમાં પણ સાથે ચૂંટણી લડશે માયાવતી-અખિલેશ, કોંગ્રેસથી અંતર

News18 Gujarati
Updated: February 25, 2019, 5:16 PM IST
MP, ઉત્તરાખંડમાં પણ સાથે ચૂંટણી લડશે માયાવતી-અખિલેશ, કોંગ્રેસથી અંતર
માયાવતી અને અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

મધ્ય પ્રદેશમાં બંને પાર્ટીઓએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, પરંતુ લોકસભા ચૂંટણી માટે રચાનારા ગઠબંધનમાં કોંગ્રેસને દૂર જ રાખવામાં આવી છે

  • Share this:
ઉત્તર પ્રદેશમાં ગઠબંધન બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સાથે મળી લોકસભા ચૂંટણી લડશે. સપા સુપ્રીમો અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક સંયુક્ત પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી તેની માહિતી આપી.

આ ગઠબંધન હેઠળ મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી માત્ર ત્રણ સીટો- બાલાઘાટ, ટીમકગઢ અને ખજુરાહો સીટ પર ચૂંટણી લડશે. બાકી તમામ સીટો પર બસપાના ઉમેદવાર મેદાનમાં હશે. બીજી તરફ, ઉત્તરાખંડમાં સપાના ખાતામાં એક સીટ ગઈ છે. ગઠબંધન હેઠળ સપા ગઢવાલ (પૌડી) લોકસભા સીટથી ચૂંટણી લડશે. બાકી ચાર સીટો પર બસપા ઉમેદવાર મેદાનમાં હશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપા ગગબંધનમાં ચૂંટણી લડી રહી છે, સમાજવાદી 37 સીટો પર તો બસપા 38 સીટો પર ચૂંટણી લડશે. ગઠબંધનમા્ર રાષ્ટ્રીય લોક દળને પણ ત્રણ સીટો આપવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીમાં કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે.

આ પણ વાંચો, દલિત હોવાના કારણે ન બની શક્યો CM- કર્ણાટકમાં ઉપમુખ્યમંત્રીના આરોપોથી કોંગ્રેસ મુશ્કેલીમાં

નોંધનીય છે કે, હાલમાં જ યોજાયેલી મધુઆ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી એક સીટ અને બહુજન સમાજ પાર્ટીએ બે સીટ પર જીત મેળવી હતી. વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ અલગ-અલગ લડી હતી. અનેક સીટો પર સપા-બસપા ઉમેદવારોએ કોંગ્રેસના ગણિતને ખરાબ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે મધ્ય પ્રદેશમાં બંને પાર્ટીઓ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, પરંતુ લોકસભા ચૂંટણી માટે રચાનારા ગઠબંધનમાં કોંગ્રેસને દૂર જ રાખવામાં આવી છે.
First published: February 25, 2019, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading