Home /News /national-international /

MVSSL જહાજમાં વિસ્ફોટ બાદ આગ, 60 કંટેનર સળગ્યા, 22 લોકો ફસાયા

MVSSL જહાજમાં વિસ્ફોટ બાદ આગ, 60 કંટેનર સળગ્યા, 22 લોકો ફસાયા

    કૃષ્ણપટનમથી કોલકાતા જઈ રહેલું MVSSL શિપના કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ છે. જહાજ સમુદ્રમાં હલ્દિયાની પાસે લગભગ 60 નોટિકલ માઈલ દૂર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાણીના વિશાળ જહાજ પર કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ જહાજમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા છે. આ જહાજમાં 22માંથી 11 ક્રૂ મેમ્બરને રેસક્યૂ કરવામાં આવ્યાં છે.

    આ ઘટનાની સૂચના મળતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણને રવાના કરી દીધું હતું અને જહાજમાં ફસાયેલા 22 ક્રૂ મેમ્બરમાંથી 11ને બચાવાયાં હતા. બાકીના 11 ક્રૂ મેમ્બરને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કંટેનર શિપનું નામ MVSSL કોલકાતા છે. કોસ્ટ ગાર્ડના 4 વિશાળ જહાજ બચાવ કાર્યમાં જોતરાયાં છે. આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના કરવામાં આવ્યું છે.

    MV SSL કોલકાતા, ભારતીય ધ્વજ ધરાવતું માલવાહક જહાજ પર આજે સવારે 14 જૂનના રોજ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ કોસ્ટગાર્ડ શીપને હલ્દિયાથી મદદ માટે રવાના કરી દેવામાં આવી છે. તોફાની પવન અને ખરાબ હવામાનના કારણે આગ ઝડપથી ફેલાઇ રહી છે.

    હલ્દિયાથી કોસ્ટગાર્ડ શીપ રાજકીરન અને કોસ્ટ ડોર્નિયર જહાજ ત્રણ કલાક બાદ ઘટનાસ્થળે પહોંચ્યું છે. જાણવા મળ્યું છે કે આગ જહાજના લગભગ 70% ભાગમાં ફેલાઇ ચૂકી છે. અત્યાર સુધીમાં કુલ 22 ક્રૂમાંથી 11ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. તો બાકીના ક્રૂને બચાવવાનો પ્રયાસ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Fire broke, Trapped

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन