Home /News /national-international /નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટમાં ખામી, ગડકરી પણ હતા સવાર

નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટમાં ખામી, ગડકરી પણ હતા સવાર

પ્રતીકાત્મક તસવીર

ટેકઓફ પહેલાં જ પાયલટોને સમયસર ખામીની જાણ થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ

નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક પ્લેનમાં મોટી ખામી સર્જાતાં તેને રનવે ઉપર જ રોકી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ સવાર હતા જેઓ દિલ્હી જઈ રહ્યા હતા. મળતા માહિતી મુજબ, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E 636માં આ ખામી આવી છે.

પ્લેન ટેકઓફ કરવાનું જ હતું

મળતી જાણકારી મુજબ, પ્લેન ટેકઓફ કરવાની તૈયારીમાં જ હતું અને રનવે પર પહોંચી ગયું હતું. બાદમાં પાયલટોને ટેકનીકલ ખામીની જાણ થઈ. ત્યારબાદ પ્લેનને ટેક્સી વેમાં પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. આ દરમિયાન પેસેન્જરોની સાથે કેન્દ્રીય મંત્રી પણ પ્લેનમાં સવાર હતા. મળતી માહિતી મુજબ સમયસર ખામીની જાણ થતાં જ મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

આ પણ વાંચો, આર્ટિકલ 370 પર પાક.ની છેલ્લી આશા પણ તૂટી, UNSCથી મળ્યો જોરદાર આંચકો

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનટની 11 વાગ્યે મળનારી બેઠકમાં સામેલ થવાના હતા. વડાપ્રધાન મોદીના લોક કલ્યાણ માર્ગ પરના નિવાસ્થાને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. છેલ્લી ઘડીએ ફ્લાઇટમાં આવેલી ખામીના કારણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું બેઠકમાં સામેલ થવું મુશ્કેલ છે.

આ પણ વાંચો, Man Vs Wild: 10 વર્ષમાં પહેલી રજાથી લઈ તુલસી વિવાહ, PM મોદીએ કહી 10 ખાસ વાતો
First published:

Tags: Indigo airlines, Nitin Gadkari, નાગપુર