દેશી Lady Bond રજની પંડિત, હવે કરી રહી છે રાજકીય પાર્ટીઓ માટે 'જાસૂસી'

Mrunal Bhojak
Updated: May 14, 2019, 3:39 PM IST
દેશી Lady Bond રજની પંડિત, હવે કરી રહી છે રાજકીય પાર્ટીઓ માટે 'જાસૂસી'
રજની પંડિતની ફાઇલ તસવીર

જ્યારે રજનીએ હત્યાનો કેસ ઉકેલવા 6 મહિના નોકરાણીનું કામ કર્યું ત્યારે તે મીડિયામાં ચમકી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : એક સમયે મર્ડ મિસ્ટ્રિઝ સોલ્વ કરનારી અને અનેક દગાબાજ ફિયાન્સોને પાઠ ભણાવનારી ભારતની જાણીતી લેડી બોન્ડ રજની પંડિત હવે ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ માટે જાસૂસી કરી રહી છે. ભારતની પહેલી મહિલા જાસૂસ તરીકે જાણીતી રજનીએ 22 વર્ષની ઉંમરમાં જ પહેલો કેસ ઉકેલ્યો હતો. રજનીના પિતા સીઆઈડીમાં હતા તેથી ઘણી નાની ઉંમરમાં જ તેમને જાસૂસીના ગુણ કેળી લીધા હતા.

લોકસભા ચૂંટણી 2019માં પંડિત અને તેમના વેવા અન્ય લોકોની હાઈ ડિમાન્ડ છે જેતી એક રાજકીય પાર્ટી વિપક્ષી પાર્ટી પર આરોપ લગાવી શકે અને તેના દ્વારા ઉમેદવારની મદદ કરી શકે. મુંબઈ નિવાસી પંડિતે એએફપીને જણાવ્યું કે, આ ગોપનીય છે પરંતુ જ્યારે પણ કોઈ પાર્ટી પાોતાના ઉમેદવારો કે વિપક્ષી ઉમેદવારોમાં કોઈ એકને સંદિગ્ધ હોવાનું જાણે છે તો અમને તેમના વિશે તપાસ કરવા માટે કહે છે.

57 વર્ષીય પંડિતે જણાવ્યું કે, અમને એમ પણ કહેવામાં આવે છે કે ઉમેદવારોની પાસે કેટલા પૈસા છે અને તે કેમ્પેન માટે પૈસા ક્યાંથી લાવે છે. અમે આવા કામો દરમિયાન ખૂબ જ લો પ્રોફાઇલ રહીએ છીએ. પંડિતનું કહેવું છે કે તેમની ટીમ જાન્યુઆરીથી રાજકીય પાર્ટીઓમાં પોતાને 'એકીકૃત' કરવામાં વ્યસ્ત છે. તેઓ ફાયનાન્સના મામલા જોઈ રહ્યા છે અને ક્લાયન્ટ્સને રિપોર્ટ આપતાં પહેલા રેલીઓમાં પણ જાય છે.તેઓએ કહ્યું કે, સામાન્ય રીતે ચૂંટણી પહેલા મામલાઓમાં વૃદ્ધિ થાય છે. અમારી પાસે ઘણા બધા આવેદન આવ્યા પરંતુ અમે કેટલાકનો જ સ્વીકાર કરી શક્યા. ઈન્ડિયાઝ એસોસિએશન ઓફ પ્રાઇવેટ ડિટેક્ટિવ એન્ડ ઇન્વેસ્ટિગેટર્સના અધ્યક્ષ કુંવર વિક્રમ સિંહે કહ્યું કે, ઘણી વધારે મહેનત કરવી પડે છે. સિંહે એએફપીએ જણાવ્યું કે, (એક ઉમેદવારની) સ્થાનિક પ્રતિષ્ઠા, પ્રભાવ, તેની પોતાની જાતિમાં તેનું વલણ..આ તમામ વાતો પર ધ્યાન આપવામાં આવે છે.

દેશી 'શર્લોક હોમ્સ' રજનીમહારાષ્ટ્રમાં જન્મેલી અને ત્યાં જ ઉછરેલી દેશી 'શર્લોક હોમ્સ' રજનીનો દાવો છે કે અત્યા સુધી તેમણે 80 હજારથી વધુ કેસ ઉકેલ્યા છે. તેઓએ હ્યૂમન્સ ઓફ બોમ્બે, જે જીવનની સાચી ઘટનાઓ પ્રકાશિત કરે છે, ને પોતાની આ સફરની શરૂઆત વિશે જણાવ્યું. સાથોસાથ પોતાના એક ખાસ કેસ વિશે પણ ઉલ્લેખ કર્યો કે કેમ તેમના જાસૂસી જીવનને યાદગાર પ્રસંગોમાં સામેલ છે.

તેઓએ કહ્યું કે, હું કોલેજમાં હતી જ્યારે મેં પોતાનો પહેલો કેસ સોલ્વ કર્યો હતો. હું ફર્સ્ટ યરમાં પાર્ટ ટાઇમ ઓફિસ ક્લાર્કનું કામ કરતી હતી. આ દરમિયાન મારી સાથે કામ કરનારી એક મહિલાએ મને પોતાના ઘરે થયેલી ચોરીની ઘટના વિશે જણાવ્યું. તેને પોતાની નવી પુત્રવધૂ પર શક હતો પરંતુ તેની પાસે તેનો કોઈ પુરાવો નહોતો.


પોતાના પિતાથી પ્રભાવિત થઈને રજનીએ તેને પોતાના પહેલા કેસ તરીકે સોલ્વ કરવાનો નિર્ણય લીધો. તેઓએ મહિલાના ઘર પાસે આવેલા રસ્તા પર નજર રાખવાની શરૂઆત કરી. તો તેમને જાણવા મળ્યું કે તેમનો દીકરો જ અસલી ચોર છે. જ્યારે તેની સાથે પૂછપરછ કરી તો તેણે ચોરીની વાત કબૂલી લીધી. ત્યારબાદ અહીંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ. તે સમયે તેઓ માત્ર 22 વર્ષના હતા.

તે જમાનામાં ન ઇન્ટરનેટ હતું અને ન સોશિયલ મીડિયા, એવામાં રજની પોતાની તલાશ માટે સમગ્રપણે લોકો સાથેની પૂછપરછ પર આધારિત રહેવું પડતું હતું. આ વ્યવસાયમાં રહેલા ખતરા છતાંય તે મજબૂતીથી તેમાં આગળ વધવા લાગ્યા.

આ મુશ્કેલીભર્યું છે કામ

રજનીએ કહ્યું કે, આ મુશ્કેલીભર્યું કામ છે. શરૂઆતમાં મારા માતા-પિતાને તેના વિશે ખબર નહોતી. પરંતુ જ્યારે મારા પિતાને જાણ થઈ તેઓએ મને યાદ અપાવ્યું કે આ વ્યવસાગ ખૂબ જ ખતરનાક છે. પરંતુ જ્યારે તેઓ તેને કરી શકે છે તો હું પણ. તેથી હુ્ર આ કામમાં જોતરાયેલી રહી. મને મારા કામથી પ્રેમ થઈ ગયો હતો તેથી લગ્ન અને પરિવાર વિશે વિચારવાનો સમય ન મળ્યો.


રજનીના કામ પર મીડિયાની નજર ત્યારે પડી જ્યારે તેઓએ મર્ડર કેસને ઉકેલવા માટે નોકરાણીના રૂપમાં 6 મહિના સુધી કામ કર્યું. આ તેમના માટે સૌથી મુશ્કેલ કેસ સાબિત થયો હતો.

તેઓએ કહ્યું કે, મારો સૌથી અઘરો કેસ હત્યાનો ભેદ ઉકેલવા માટે પુરાવા એકત્ર કરવાનો હતો. મહિલાના પતિ અને દીકરા બંનેની હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ હત્યા કોણે કરી તેની ખબર નહોતી થઈ રહી. હું તેનું પગેરું મેળવવા માટે મહિલાના ઘરે 6 મહિના સુધી નોકરાણી બનીને રહી જેની પર હત્યાની આશંકા હતી.

રજનીએ જણાવ્યું કે, જ્યારે તે (મહિલા) બીમાર પડી ગઈ, તો મેં તની સાર-સંભાળ કરી અને ધીમે-ધીમે તેનો વિશ્વાસ જીતી લીધો. પરંતુ એક વાર જ્યારે ઘરમાં શાંતિ પ્રસરેલી હતી મારા રેકોર્ડરથી ક્લિકનો હળવો અવાજ આવ્યો. ત્યારે તેને મારી પર શક થવા લાગ્યો. તો મને બહાર જવાથી પણ રોકવા લાગી હતી.
First published: May 14, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading