ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીની સાથી પાર્ટી શિવસેનાએ ટોણો માણતા કહ્યું કે, હવેથી રામાયણનાં પાત્રોએ તેમની જાતિનાં સર્ટિફિકેટ તૈયાર રાખવા પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ચૂંટણી સભાનાં કહ્યુ હતું કે, હનુમાન દલિત હતા. તેમના આ નિવેદનથી સમગ્ર દેશમાં ખુબ મોટો હોબાળો થયો હતો.
શિવસેનાએ આ વાત સંદર્ભે કહ્યું કે, આ પ્રકારનાં નિવેદનોની કોઇ જરૂર નહોતી. અત્યારે એવુ લાગી રહ્યુ છે કે, ઉત્તરપ્રદેશની વિધાનસભામાં નવી રામાયણ લખાઇ રહી છે. જેમાં દરેક પાત્રોને જાતિનાં પ્રમાણપત્રો જોડવામાં આવ્યા છે. આ પ્રકારનાં પ્રયત્નોને તોડી પાડવા જોઇએ”
“અયોધ્યામાં રામ મંદિર તો હજુ બન્યુ નથી અને ભાજપે હનુમાનની જાતિ વિશે ચર્ચા શરૂ કરી દીધી. હનુમાનની જાતિ વિશે ચર્ચા કરવાનો શું મતલબ છે ?” શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં આ વાત કરી હતી.
“યોગીએ હનુમાનને દલિત કહ્યા પછી ઘણા બધા રાજકીય નેતાઓએ નિવેદનો આપ્યા હતા અને કહ્યુ કે, હનુમાન તેમની જાતિનાં છે. એક નેતા બુક્કલ નવાબે તો એવુ કહ્યુ કે, હનુમાન મુસ્લિમ હતા. ભગવાન હનુમાનના જાતિ શોધવી એ નરી મુર્ખતા છે.”
શિવસેનાએ વધુમાં ભાજપ પર ચાબખા મારતા લખ્યુ કે, ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીએ વિધાનસભામાં નિવેદન આપ્યુ કે, હનુમાન જત હતા. આવી રીતે, ઉત્તરપ્રદેશમાં નવી રામાયણ લખાઇ રહી છે. જેમાં રામાયણનાં દરેક પાત્ર સાથે જાતિનું પ્રમાણપત્ર જોડવામાં આવી રહ્યું છે.”
હનુમાન એ રામાયણનું ખુબ જ અગત્યનું પાત્ર છે. ભગવાન રામ પ્રત્યેની તેમની સમર્પણની ભાવનાને કારણે સમર્પણનાં પ્રતિક છે. જો કોઇ વ્યક્તિ, હનુમાનની જાતિ શોધવાનો પ્રયાસ કરતું હોય, તો તેવા પ્રયાસોને તોડી પાડવા જોઇએ. વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની હાર થઇ છતાં હનુમાનની જાતિ વિશેની ચર્ચા ચાલુ રહેશે. આથી, રામાયણનાં તમામ પાત્રોએ તેમની જાતિનાં પ્રમાણપત્રો સાથે રાખવા પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર