Home /News /national-international /રાજીનામા બાદ AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, "હું સમાધાન નહીં કરું"

રાજીનામા બાદ AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, "હું સમાધાન નહીં કરું"

મને આંબેડકરના માર્ગથી કોઈ ભટકાવી શકશે નહીં: રાજેન્દ્ર પાલ ગૌતમ

આમ આદમી પાર્ટી (AAP)ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં આવી ગયા છે. તેણે News18ને કહ્યું કે હું આંબેડકરવાદી છું, સમાધાન કરવાને બદલે હું આમ આદમી પાર્ટી છોડવા માંગીશ. રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, હું કટ્ટર દેશભક્ત, કટ્ટર પ્રમાણિક, બાબાસાહેબ ડૉ. આંબેડકરનો વફાદાર સૈનિક છું.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં આવી ગયા છે. તેણે News18ને કહ્યું કે હું આંબેડકરવાદી છું, સમાધાન કરવાને બદલે હું આમ આદમી પાર્ટી (aam aadmi party) છોડવા માંગીશ. મેં ગઈકાલે સાંજે 5 વાગ્યે મારું રાજીનામું મોકલી આપ્યું હતું. મને ખબર નથી કે, તે સ્વીકારવામાં આવ્યું છે કે નહીં. મારા માટે એ બહુ સ્પષ્ટ છે કે જો પક્ષ, એક આંબેડકરવાદી તરીકે તેના કામમાં અવરોધ ઊભો કરે છે, તો તે સમાધાન કરવાને બદલે AAP છોડી દેવું યોગ્ય રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજેન્દ્ર પાલ ગૌતમ, તાજેતરમાં એક ધાર્માતરણ કાર્યક્રમમાં તેમના દેખાવને લઈને વિવાદમાં ફસાયેલા છે, તેમને AAP વડા અરવિંદ કેજરીવાલ તરફથી કોઈ સીધો સંદેશ મળ્યો નથી, અથવા તેમની સાથે અથવા અન્ય કોઈ પક્ષના નેતા સાથે કોઈ મુલાકાત થઈ નથી. તેમના સંપર્કમાં એકમાત્ર AAP નેતા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હતા. રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, હું કટ્ટર દેશભક્ત, કટ્ટર પ્રમાણિક, બાબાસાહેબ ડૉ. આંબેડકરનો વફાદાર સૈનિક છું. હું સમતાનો રાષ્ટ્રીય મુખ્ય મહાસચિવ રહ્યો છું, મને કોઈ પણ કિંમતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના માર્ગથી ભટકાવી ન શકાય, તેનો અર્થ મારી પાસે જે કંઈ છે, અહિંયા સુધી કે, મારા જીવનને પણ સમર્પિત કરી શકીશ.

નાની વિડિયો ક્લિપના કારણે મોટો વિવાદ:

ગૌતમે કહ્યું કે 'મેં સંકલ્પ લીધો છે, અમે શુદ્ધ દેશ તૈયાર કરીશું. રાજીનામાના સમાચારથી તમામ લોકો ભાવુક થઈ ગયા છે, ઘણા ફોન આવી રહ્યા છે. વાસ્તવમાં, બીજેપી સાંસદ મનોજ તિવારીના 'દીક્ષા' સમારોહની ટૂંકી વિડિયો ક્લિપ સાથે એક ટ્વિટ કરવામાં આવી હતી. ગૌતમે આ સમારોહમાં ભાગ લીધો હતો. આ વીડિયો ક્લિપને કારણે મોટો વિવાદ સર્જાયો છે. આ ટ્વીટ દ્વારા ભાજપે પૂર્વ મંત્રી તેમજ AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને પર નિશાન સાધ્યું હતું. પાર્ટીના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે, કેજરીવાલ જે બન્યું તેનાથી "ખૂબ જ નાખુશ" હતા.

આંબેડકરના ઉપદેશોથી વિમુખ થવાનો પ્રશ્ન જ નથી:

સૂત્રોએ એવો પણ સંકેત આપ્યો હતો કે, રાજેન્દ્ર પાલ ગૌતમે સાવધાની રાખવી જોઈતી હતી, કારણ કે તેઓ 'માત્ર ધારાસભ્ય' નથી પણ 'મંત્રી' પણ હતા. રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, 'પાર્ટી નાની વસ્તુ છે, પાર્ટી લોકો બનાવે છે, પાર્ટી મહત્વની નથી'. જે મહત્વનું છે તે 'મારા પોતાના સમુદાયનું ગૌરવ, સ્વાભિમાન, ગૌરવ છે.' જે દિવસે મને લાગશે કે, તમે મારા આંબેડકરી મિશનમાં અડચણરૂપ છો, ત્યારે હું રાજકારણ છોડીને સમાજના ઉત્થાન માટે સંપૂર્ણ રીતે કામ કરીશ.

શું હતો વિવાદ:

જણાવી દઈએ કે, રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે બૌદ્ધ ધમ્મની બાબા સાહેબે લીધેલી 22 પ્રતિજ્ઞાઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને લેવડાવી હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ રાજેન્દ્ર ગૌતમથી ખૂબ નારાજ હતા. ભાજપે આમ આદમી પાર્ટી પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયમાં આવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બાબા સાહેબ ડો. આંબેડકરે જ્યારે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો, ત્યારે આ શપથ તેમણે લેવડાવી હતી. આમ, રાજેન્દ્ર ગૌતમ દ્વારા લેવડાવવામાં આવેલી શપથ, તેમની નહીં પરંતુ બાબા સાહેબે લીધેલી પ્રતિજ્ઞાઓ છે.
First published:

Tags: Aaam Aadmi Party, Buddhist, Cm arvind kejriwal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો