લખનઉ: રાજસ્થાન (Rajasthan)બાદ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગોન્ડા (Gonda) જનપદમાં મનોરમા ગામમાં આવેલા રામ જાનકી મંદિરનાં પૂજારી બાબા સમ્રાટ દાસ (Priest Samrat Das) પર શનિવારે મોડી રાતે જીવલેણ હુમલો થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, પૂજારીને જમીન વિવાદમાં ગોળી મારવામાં આવી છે. પૂજારીની હાલત ગંભીર હોવાને કારણે લખનઉ ટ્રોમા સેન્ટરમાં રેફર કરાયા છે. આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, મનોરમા નદીનાં ઉદ્ગમ સ્થાનને કારણે રામ જાનકી મંદિરનાં પૂજારી સીતારામ દાસનો ઘણા દિવસથી ભૂમાફિયાઓ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ગયા વર્ષે પણ તેમની પર હુમલો થયો હતો. શનિવારે મોડી રાતે આ લોકોએ મંદિરનાં બીજા પૂજારી બાબા સમ્રાટ દાસને ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. નોંધનીય છે કે, ગત વર્ષે બાબા સીતારામ દાસ પર પણ ભૂમાફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હતો.
આ મામલામાં પણ હજી પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન અન્ય પૂજારીને પણ ગોળી મારી દીધી છે. શનિવારે રાતે પૂજારીને પહેલા પ્રાથમિક ઉપચાર માટે જિલ્લા હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. જે બાદ કેમને લખનઉમાં રેફર કરાયા છે.
આ પણ વાંચો - COVID-19: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 70 લાખને પાર, નવા 74,383 કેસ આવ્યા
Birthday પર Amitabh Bachchanનો ફેન્સ માટે ખાસ મેસેજ, જોઇને ચકિત થઇ ગયા લોકો
એસપી શૈલેશ કુમાર પાંડેયનાં જણાવ્યા પ્રમાણે, બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હુમલામાં અન્ય બે લોકોની તપાસ થઇ રહી છે. એસપી પ્રમાણે, પૂજારી સમ્રાટ દાસની હાલત ખતરાથી બહાર છે અને લખનઉમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ જુઓ -
પોલીસ આ આખા મામલામાં તમામ આરોપીઓની ઝડપી પાડવાનાં દાવા કરી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:October 11, 2020, 11:27 am