કેરળમાં પુરની તબાહી પછી મહામારીનો ખતરો, સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ

 • Share this:
  નવી દિલ્હી: કેરળમાં વરસાદ અને પુરની તબાહી ચાલું છે. રાજ્યમાં અત્યાર સુધી કુદરતી આપતથી 370 લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે. જો કે, હાલમાં બે દિવસથી વરસાદ ના થવાના કારણે પુરની સ્થિતિ સ્થિર રહેવાની સંભાવના છે, પરંતુ આની સાથે જ પુર પ્રભાવિત વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પુરનું પાણી ઓછું થવાના કારણે હજારો પરિવારને રાહત મળી છે, પરંતુ શિબિરોમાં રહેતા 7 લાખથી વધારે લોકોમાં બિમારી ફેલવાનો ખતરો વધી ગયો છે.

  8 ઓગસ્ટથી કેરળ ભયાનક પુરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. કેરળમાં 8થી 15 ઓગસ્ટ વચ્ચે સામાન્ય વરસાદ કરતાં 250 ટકા વધારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે 35 ડેમોના દરવાજા ખોલવા પડ્યા. ડેમના દરવાજાઓ ખોલવાના કારણે રાજ્યની બધી જ નદીઓ પોતાના સ્તરથી ઉપર ચાલી રહી છે.

  જણાવવામાં આવી રહ્યું છે કે, કેરળમાં આ સદીની સૌથી મોટી આપત્તિ છે. પુર અને ભુસ્ખલનથી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. હજારો ઘર બધી જ રીતે જમીનદોસ્ત થઈ ગયા છે. લાખો કરોડોની સંપત્તિનું નુકશાન થયું છે. મોનસૂનના કહેરના કારણે કેરળ પર્યટન ઉદ્યોગ પણ બધી જ રીતે ચોપટ થઈ ગયું છે.  પુર પ્રભાવિત વિસ્તારોમાં હોડીઓ અને હેલીકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. પુરમાં ફસાયેલા લોકોને નિકાળીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે. એનડીઆરએફની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યાં છે. હાલમાં લગભગ 7 લાખ પરિવાર રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે.

  કેરળ સ્વાસ્થ્ય વિભાગમાં આપત્તિ મેનેજમેન્ટની આગેવાની કરી રહેલ અનિલ વાસુદેવને જણાવ્યું કે, તિરૂવનંતપુરમથી લગભગ 250 કિલોમીટર દૂર અલુવા શહેરમાં રાહત શિબિરોમાં ચિકનપોક્સના ત્રણ કેસ સામે આવ્યા છે. આ દર્દીઓને રાહત શિબિરોથી હટાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાસુદેવને જણાવ્યું કે, સ્વાસ્થ્ય વિભાગ જલજનિત અને હવામાં ફેલનાર બિમારીઓ સામે લડવા માટે બધી જ રીતે તૈયારી કરી લીધી છે.

  સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રએ પુર પ્રભાવિત કેરળમાં મહામારીને રોકવા માટે 3,757 મેડિકલ શિબિરો લગાવી છે. પુરનું પાણી ઓછુ થવાની સાથે પરિસ્થિતિ સંક્રામક બિમારીઓને અનુકૂળ થઈ જશે. રાજ્યને પ્રતિદિવસે તપાસનું કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકોપના શરૂઆતના સંકેતોની ખબર પડી શકે.  સંક્રામક બિમારીઓ, તેમની રોકથામ અને નિયંત્રણ, પીવા લાયક પાણી, સ્વચ્છતા વગેરે પર સરકારે ધ્યાન આપવા માટે કહીને તેની ગાઈડલાઈન આપી છે. રાજ્યના આગ્રહ હેઠળ 90 પ્રકારની દવાઓની પ્રથમ બેન્ચ સોમનારે કેરળ પહોંચશે.

  સ્વાસ્થ્ય મંત્રાલયે 60 ટન દવાઓ રાજ્ય તરફ રવાના કરી દીધી ચે. 14 લાખ શુદ્ધ પાણીની બોટલ લઈને એક સ્પેશ્યલ ટ્રેન રવાના કરી દેવામાં આવી છે. તે ઉપરાંત નેવીના એક જહાજથી 8 લાખ લીટર પીવા લાયક મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  5,645 કેમ્પના 7 લાખ લોકો

  કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું કે, રાજ્યમાં આવેલ વિનાશકારી પુરથી બેઘર થયેલ કુલ 7,24,649 લોકો 5,645 શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે. તેમને કહ્યું કે, અત્યાર સુધી સૌથી ભયાનક પુરમાંથી એકમાં અત્યાર સુધી 370 લોકોના મોત થઈ ગયા છે અને રાજ્યમાં ભારે તબાહી થઈ છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે, તબાહી અત્યાર સુધીની સૌથી વિનાશકારી આપત્તિમાંથી એક છે. આમાં અત્યાર સુધી ભારે નુકશાન થયું છે. તેમને કહ્યું કે, નેવી અને એરફોર્સ સહિત વિભિન્ન એજન્સીઓની મદદ સાથે અન્ય ઈમારતો અને ઘરોથી કુલ 22,034 લોકોને બચાવ્યા છે. વિજયને કહ્યું કે, અત્યાર સુધી સૌથી મોટો પડકાર તે છે કે, જે લોકોએ વાસ્તવમાં બધું જ ગુમાવી દીધું છે, તેમને યોગ્ય વળતર આપવામાં આવે.

  કેન્દ્રએ આપ્યું 500 કરોડનું પેકેજ
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના પુર પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમને રાજ્યને આર્થિક સહાયતાના રૂપમાં 500 કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરી. આનાથી પહેલા પણ કેન્દ્ર સરકારે 100 કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કેરળના પુરમાં અને વરસાદમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જોકે, કેરળમાં ભારે તબાહી વચ્ચે આટલી સહાયતા પૂરતી નથી.
  Published by:Mujahid Tunvar
  First published: