Home /News /national-international /

Twitterની ઓફિસો પર દરોડા બાદ કંપનીનું નિવેદન- અમે કર્મચારીઓ માટે ચિંતિત

Twitterની ઓફિસો પર દરોડા બાદ કંપનીનું નિવેદન- અમે કર્મચારીઓ માટે ચિંતિત

ટ્વીટરે કહ્યું કે, કાયદાના દાયરામાં રહીને પારદર્શિતાના સિદ્ધાંતો, દરેક અવાજને સશક્ત બનાવવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ

ટ્વીટરે કહ્યું કે, કાયદાના દાયરામાં રહીને પારદર્શિતાના સિદ્ધાંતો, દરેક અવાજને સશક્ત બનાવવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ

  નવી દિલ્હી. કૉંગ્રેસ (Congress) દ્વારા કથિત રીતે દેશની છબિ ખરાબ કરવા અને કેન્દ્રની મોદી સરકાર (Modi Government)ને બદનામ કરવા માટે તૈયાર કરવામાં આવેલી કથિત ટૂલકિટ (Toolkit)ના મામલામાં ઓફિસ પર દરોડા પડ્યા બાદ ટ્વીટર (Twitter)એ પહેલી વાર સ્પષ્ટતા કરી છે. ટ્વીટરે કહ્યું કે, દિલ્હી, ગુરૂગ્રામ સ્થિત ઓફિસોમાં હાલની પોલીસ કાર્યવાહી બાદ ભારતમાં કર્મચારીઓ માટે ચિંતિત છે.

  કંપનીએ કહ્યું કે, આઇટી નિયમોના એવા તત્વોમાં ફેરફાર કરવાની વકાલત કરવાની યોજના, જે મુક્ત, ખુલી સાર્વજનિક વાતચીતમાં અડચણ ઊભી કરે છે. ટ્વીટરે કહ્યું કે બીજેપી નેતાના ટ્વીટમાં મેન્યૂપલેટેડ મીડિયાનો ટેગ લગાવવાના જવાબમાં પોલીસ દ્વારા ડરાવા-ધમકાવવાની રણનીતિથી ખૂબ ચિંતિત છે.

  ભારતમાં લાગુ કાયદાઓનું પાલન કરવાનો પ્રયાસ કરીશું- ટ્વીટર

  ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું કે, ભારતમાં લાગુ કાયદાઓનું પાલન કરવાનો પ્રયાસ કરીશું, અને સરકારની સાથે રચનાત્મક વાતચીત ચાલુ રાખીશું. ટ્વીટરે કહ્યું કે, હાલ અમે ભારતમાં પોતાના કર્મચારીઓના સંબંધમાં હાલની ઘટનાઓ અને પોતાના ઉપયોગકર્તાઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સંભવિત ખતરાથી ચિંતિત છીએ.

  આ પણ વાંચો, Gold, Silver Price Today: ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો, સોનું થયું મોંઘું, ફટાફટ ચેક કરો આજના ભાવ

  ટ્વીટરના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ભારત અને દુનિયાભરમાં નાગરિક સમાજના અનેક લોકોની સાથે જ અમે પોલીસ દ્વારા ધમકાવવાની રણનીતિના ઉપયોગથી ચિંતિત છીએ. ટ્વીટરે કહ્યું કે તેઓ કાયદાના દાયરામાં રહીને પારદર્શિતાના સિદ્ધાંતો, દરેક અવાજને સશક્ત બનાવવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

  દિલ્હી પોલીસે પાડ્યા હતા દરોડા

  ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસની વિશેષ ટીમે કથિત ‘કોવિડ-19 ટૂલકિટ’ (Covid-19 Toolkit)ના મામલાની તપાસના સંબંધમાં ટ્વીટર ઈન્ડિયાની દિલ્હી અને ગુરુગ્રામ સ્થિત ઓફિસો પર સોમવાર સાંજે દરોડા પાડ્યા હતા. પોલીસના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે વિશેષ ટીમે કથિત ‘કોવિડ-19 ટૂલકિટ’ સંબંધી ફરિયાદને લઈ ટ્વીટરને નોટિસ મોકલી અને બીજેપી નેતા સંબિત પાત્રાના ટ્વીટ સાથે ચેડા કરવામાં આવ્યા ને લઈને માઇક્રો-બ્લોગિંગ સાઇટ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું હતું.

  આ પણ વાંચો, રિલાયન્સનું મેગા કોવિડ વેક્સીનેશન ડ્રાઇવઃ 13 લાખ કર્મચારી-સહયોગીઓને અપાશે મફત વેક્સીન


  ગત સપ્તાહે ટ્વીટરે કથિત ટૂલકિટ સંબંધિત સંબિત પાત્રાના ટ્વીટને ચેડા કરેલું ગણાવ્યું હતું. બીજેપીનો આરોપ છે કે કૉંગ્રેસે એક ટૂલકિટ બનાવીને કોરોના વાયરસના નવા સ્વરૂપને ભારતીય સ્વરૂપ કે મોદી સ્વરૂપ ગણાવવા અને દેશ તથા વડાપ્રધાન મોદીની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, કૉંગ્રેસે આરોપોને ફગાવતાં દાવો કર્યો હતો કે બીજેપી તેમને બદનામ કરવા માટે નકલી ટૂલકિટનો સહારો લઈ રહી છે. કૉંગ્રેસે બીજેપીના અનેક સીનિયર નેતાઓની વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડીના કેસ પણ નોંધાવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Covid Toolkit, Sambit patra, Toolkit, Twitter, કોંગ્રેસ, દિલ્હી પોલીસ, મોદી સરકાર, રેડ, વિવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन