અમારી ભગવાન રામમાં આસ્થા છે અને મંદિર ત્યાં જ બનવું જોઈએ : ભાગવત

સંઘ પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ ફોટો)

'આગામી લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને હું નિશ્ચિત નથી'

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, તેઓ આગામી લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને નિશ્ચિત નથી. આ સાથે જ તેમણે રામમંદિરના નિર્માણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી અલગ તેમનો મત વ્યક્ત કર્યો હતો. આ સમાચાર 'સત્યાગ્રહ' નામની હિન્દી વેબ સાઈટમાં પ્રકાશિત થયા હતા.

  નાગપુરમાં સેવાદાન સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમ બાદ મોહન ભાગવતે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન ભલે ગમે તે કહે, મારો મત આ મુદ્દે બહુ જ સ્પષ્ટ છે. અમારી ભગવાન રામમાં આસ્થા છે અને અયોધ્યામાં રામમંદિર બનવું જ જોઈએ, તેવો અમારો મજબૂત વિશ્વાસ છે". તેમણે આ મુદ્દે આરએસએસના સર કાર્યવાહક સુરેશ ભૈયાજી જોશીના નિવેદનનું પણ સમર્થન કર્યું હતું. જોશીએ પણ કહ્યું હતું કે, 'સંઘ તેના મત ઉપર કાયમ છે કે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે કાયદો પસાર થવો જોઈએ. દેશની હરકોઈ ઈચ્છે છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવું જોઈએ'

  અહીં એ ઉલ્લેખ કરવો ઘટે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં રામમંદિર ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય પછી જ સરકાર કંઈક કરી શકે તેવું સ્પષ્ટ કર્યું હતું. રામમંદિર મામલે 'અધ્યાદેશ' લાવી શકાય કે નહિ તે પ્રશ્નનો ઉત્તર આપતી વેળા વડાપ્રધાને આમ જણાવ્યું હતું. વડાપ્રધાનના આ મત પછી આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનોની તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ પૂર્વે ‘વિશ્વ હિન્દૂ પરિષદ’ પણ રામમંદિરના નિર્માણ માટે અનંતકાળ સુધી પ્રતીક્ષા ન કરી શકાય તેવું જણાવી ચૂક્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: