Home /News /national-international /

PMએ કેદારનાથની જે ગુફામાં ધ્યાન કર્યું હતું, ત્યાં હવે હોટેલ જેવી સુવિધા મળશે, જાણો ભાવ

PMએ કેદારનાથની જે ગુફામાં ધ્યાન કર્યું હતું, ત્યાં હવે હોટેલ જેવી સુવિધા મળશે, જાણો ભાવ

2019માં પીએમે રુદ્ર ગુફામાં ધ્યાન ધર્યા પછી મોટી સંખ્યામાં ભક્તો આ ગુફાને જોવા માટે આવવા લાગ્યા. (PTI photo)

પીએમ મોદીએ આ ગુફામાં ધ્યાન ધર્યા બાદ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા, જેને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ નવી ગુફાઓનું નિર્માણ કરાવી નાખ્યું છે, જે આવતા વર્ષે ભક્તો માટે ઉપલબ્ધ થશે.

  નવી દિલ્હી. કેદારનાથ (Kedarnath)ની જે ગુફા (cave)માં વડાપ્રધાને (Prime minister) સાધના કરી હતી, એ ગુફા સહિત અન્ય ત્રણ ગુફાઓમાં ભક્તોને હોટલ જેવી સુવિધાઓ (Hotel facility in cave) મળશે. આ ગુફાઓનું બુકિંગ કરીને સામાન્ય ભક્તો પણ સાધના કરી શકે છે. પીએમ મોદીએ આ ગુફામાં ધ્યાન ધર્યા બાદ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા, જેને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ નવી ગુફાઓનું નિર્માણ કરાવી નાખ્યું છે, જે આવતા વર્ષે ભક્તો માટે ઉપલબ્ધ થશે.

  કેન્દ્રીય પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2019માં પીએમે 18 કલાક રુદ્ર ગુફામાં ધ્યાન ધર્યા પછી મોટી સંખ્યામાં ભક્તો આ ગુફાને જોવા માટે આવવા લાગ્યા. વડાપ્રધાને અહીં સાધના કર્યા બાદ કેટલાક લોકો તેને ‘મોદી ગુફા’ પણ કહેવા લાગ્યા છે. શ્રદ્ધાળુઓની રુચિ જોઈને આ ગુફાનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બુકિંગનું વેઇટિંગ વધુ લાંબુ થતું જોઈને સરકારે અહીં વધુ ત્રણ ગુફાઓ બનાવવાનું નક્કી કર્યું અને હાલમાં જ ત્રણેયનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

  આ ગુફાઓને 27 લાખના ખર્ચે બનાવવામાં આવી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ગુફાઓનું બુકિંગ આવતા વર્ષથી શરૂ થશે એટલે કે વિસ્તારને વધુ પ્રવાસીઓ પણ મળશે.

  આ પણ વાંચો: Afghanistan મુદ્દે અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે NSAની બેઠક, ચીન અને પાક સામેલ નહીં થાય

  મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2020માં કોરોનાને કારણે 25 ભક્તોએ સાધના કરી હતી. તો વર્ષ 2021માં 95 શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા. આવતા વર્ષથી અહીં આવનાર યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ઓનલાઈન બુકિંગ માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા બુકિંગ કરી શકે. બુકિંગ એક દિવસથી સાત દિવસ સુધી કરી શકાશે. રોજનું ભાડું 1500 આસપાસ અને 180 ટેક્સ રહેશે.

  આ ચારેય ગુફાઓ મંદાકિની નદીના કિનારે બનેલી છે. હેલિપેડથી ગુફા સુધી જવા માટે મંદાકિની નદી પર પુલ બનાવવામાં આવ્યો છે. તમામ ગુફાઓ કેદારનાથથી લગભગ એકથી દોઢ કિલોમીટરના અંતરે છે.

  આ પણ વાંચો: ચેન્નાઈમાં રેડ એલર્ટ, પુડુચેરીમાં શાળાઓ બંધ, આંધ્રમાં ભારે વરસાદની સંભાવના, ચિંતાજનક સ્થિતિ

  હોટેલ જેવી સુવિધાઓ મળશે

  અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુફામાં બેડ પણ આપવામાં આવશે, આ સાથે શિયાળાથી બચવા માટે હીટરની વ્યવસ્થા પણ હશે. ગરમ પાણી માટે ઇલેક્ટ્રિક કેટલ આપવામાં આવશે. વેસ્ટર્ન ટોયલેટની પણ સુવિધા આપવામાં આવશે. મોબાઈલ નેટવર્ક સહિત અન્ય સુવિધાઓ શ્રદ્ધાળુઓને ઉપલબ્ધ થશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Kedarnath, Nation News, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन