નવી દિલ્હી: તેલગાંણા રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ટિકિટ ન આપતા ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ પાર્ટીનું પ્રચાર સાહિત્ય બાળી નાંખ્યુ. આ પ્રચાર સાહિત્યની કિંમત અંદાજિત 15 લાખ રૂપિયા જેટલી થાય છે.
તેલગાંણા કોંગ્રેસનાં પ્રવક્તા મન્ને ક્રિષાંકે આ તોડફોડ કરી હતી. તેમણે કોંગ્રેસ પક્ષના પ્રતિકો, પોસ્ટરો, બેનર્સ અને અન્ય પ્રચાર સાહિત્ય સળગાવી નાંખ્યુ હતું. આમ કર્યા પછી તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધુ હતું.
આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ દલિત નેતાઓએ તેલગાંણા કોંગ્રેસ પ્રદેશ સમિતિનાં પ્રમુખ એન. ઉત્તમ કુમાર રેડ્ડી પર આક્ષેપ કર્યો હતો કે, તેમના કારણે તેમને ટિકિટ મળી નથી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, રેડ્ડીનાં કારણે તેલગાંણામાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ હતી અને ટૂંક સમયમાં પોર્ટીનું રાજ્યમાંથી નામુ લખાઇ જશે.
આ ઘટના રવિવારે હૈદરાબાદમાં બની હતી. આ ઘટના બન્યા બાદ, ક્રિષાંક તેલગાંણા રાષ્ટ્ર સમિતિનાં કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવને મળ્યા હતા અને કોંગ્રેસ છોડી તેલગાંણા રાષ્ટ્ર સમિતિમાં જોડાઇ ગયા હતા.
ક્રિષાંકે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને રિસર્સ સ્કોલર છે. તેઓ પેડ્ડાપલ્લી લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગતા હતા.
તેમણે એવો આક્ષેપ કર્યો કે, મને કોંગ્રેસ પક્ષ તરફથી વચન આપવામાં આવ્યુ હતું કે, મને લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ મળશે. મેં આ માટે ઘણો ખર્ચો પણ કર્યો હતો. પણ પાર્ટીએ અન્ય ઉમેદવારનું નામ જાહેર કર્યુ.”.
તેમણે કહ્યું કે, જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તે ચંન્દ્રશેખરને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કર્યો હતો. કેમ કે, તેમણે બળવો કરી, અપક્ષ ચૂંટણી લડી હતી. હવે તેમને પાછા લાવી લોકસભાની ટિકિટ આપવામાં આવી રહી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર