'પકોડા પોલિટિક્સ' બાદ હવે 'ખિચડી' બનાવશે ભાજપ, સ્થળ રામલીલા

News18 Gujarati
Updated: December 8, 2018, 3:38 PM IST
'પકોડા પોલિટિક્સ' બાદ હવે 'ખિચડી' બનાવશે ભાજપ, સ્થળ રામલીલા

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દ્વારા પકોડા બનાવી રોજગારી આપવાની રાજનીતિ થઇ. વિપક્ષે આ નિવેદનને ભાજપનું પકોડા પોલિટિક્સ ગણાવી રહ્યું છે, પરંતુ હવે ભાજપ પકોડા પોલિટિક્સથી એક ડગલું આગળ વધી ખિચડી રાજનીતિ શરૂ કરી છે. દિલ્હી ભાજપ રામલીલા મેદાનમાં ખિચડી બનાવવાની તૈયારી લાગી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 જાન્યુઆરીએ ભાજપ દિલ્હી રામલીલા મેદાનમાં સમરસતા ખિચડી બનાવશે.

અહીં ક્લિક કરી વાંચો LRD પેપર લીકમાં ગુજરાત પોલીસને ગુડગાવમાં મળી મોટી સફળતા

ભીમ મહાસંગમના નામથી યોજાનારા આ કાર્યક્રમને લઇને પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે આ સમરસતા ખિચડી લોકોના સ્વાસ્થ્યની સાથે સમાજના સ્વાસ્થ્યને પણ સારું રાખવાનું કામ કરશે. અનુસુચિત જનજાતી મોર્ચા તરફથી દાવો કરવાગમાં આવ્યો છે કે દિલ્હીના 2 લાખ 80 હજાર ઘરમાંથી ખિચડી લાવવામાં આવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પકોડા પર પોલિટિક્સ બાદ હવે ખિચડી પકાવી ભાજપ દિલ્હીમાં પોતાનું રાજનીતિક કદ વધારશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પકોડા પર ખૂબ જ વિવાદ થયો હતો. એક ટીવી કાર્યક્રમમાં પીએમ મોદીએ પકોડા વેચી રોજગાર મેળવી શકાય તેવી વાત કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વાતની લોકોએ ખૂબ જ મજાક ઉડાવી હતી. જો કે વિપક્ષે પણ આ તકનો લાભ લઇ પકોડાને ફેમશ કરી દીધા હતા.

આ પણ વાંચો ચેક કરો તમારા ફોનમાં તો નથી ને આ Apps, તરત જ કરો delete
First published: December 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com