Home /News /national-international /

પાક. સેનાને મળેલી અમેરિકન સ્નાઇપર રાઇફલ M4નો જૈશના આતંકી કરી રહ્યા છે ઉપયોગ!

પાક. સેનાને મળેલી અમેરિકન સ્નાઇપર રાઇફલ M4નો જૈશના આતંકી કરી રહ્યા છે ઉપયોગ!

M4 કાર્બાઇન રાઇફલ (ફાઇલ ફોટો)

M4નો ઉપયોગ અમેરિકન મિલિટ્રી કરે છે. અમેરિકાએ M4 રાઇફોલને પાકિસ્તાન આર્મીને આપી છે

    કાશ્મીર ઘાટીમાં એક્ટિવ આતંકવાદી આતંક ફેલાવવા માટે અમેરિકન M4 સ્નાઇપર રાઇફલનો ઉપયોગ કરી રહ્યા છે. શુક્રવારે બડગામમાં સીઝફાયરના ઉલ્લંઘન બાદ થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા. તેમની પાસેથી સેનાએ ઇન્સાસ રાઇફલ જપ્ત કરી છે. અમેરિકન M4 રાફઇલ પર ટેલિસ્કોપ પણ લાગેલું હતું. શુક્રવાર સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે બંને જૈશ-એ-મોહમ્મદના આતંકી હતા.

    મૂળે, M4નો ઉપયોગ અમેરિકન મિલિટ્રી કરે છે. અમેરિકાએ M4 રાઇફોલને પાકિસ્તાન આર્મીને આપી છે, પરંતુ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ પાસેથી આ રાઇફલો મળી આવવી પાકિસ્તાન અને તેની સુરક્ષા એજન્સી આઈએસઆઈની છૂપી નીતિ છતી થઈ જાય છે.

    આ રાફઇલનો મોટાભાગે ઉપયોગ અફઘાનિસ્તાનમાં તાલિબાનથી લડી રહેલા નાટો દળો દ્વારા કરવામાં આવે છે. અમેરિકાની M16A2 અસોલ્‍ટ રાફઇલને નાનું અને વજનમાં હળવું વર્જન છે. આ બંદૂકનું બેરલ 14.5 ઇંચ હોય છે.

    આ પણ વાંચો, 'સિરિયલ ઓફેન્ડર' પાકિસ્તાન : ભારતે ટેરર ફન્ડિંગ અંગે UN પ્રસ્તાવનું કર્યું સ્વાગત

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પર અમેરિકન હથિયારોના ખોટા ઉપયોગના આરોપ લાગતા રહ્યા છે. આ પહેલા બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ભારતની હવાઇ સીમા પાર કરવાની હિંમત કરી ચૂક્યું છે. ભારતની હવાઇ સીમામાં ઘૂસવા માટે તેણે F16 જેટનો ઉપયોગ કર્યો હતો. ભારતે અમેરિકાને તેના પુરાવા પણ સોંપ્યા હતા. જોકે, પાકિસ્તાન સતત તેનો ઇન્કાર કરવું આવ્યું છે.

    આતંકવાદીઓ પાસેથી M4 રાઇફલ જપ્ત થવી ઘણી આશ્ચર્યભર્યું માનવામાં આવી રહ્યું છે. થોડાક સમય પહેલા જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન ઇબ્રાહિમની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં તે સ્નાઇપર રાઇફલની સાથે દેખાયો હતો. ઉસ્માન જૈશનો 'સ્નાઇપર સ્પેશલિસ્ટ' હતો. ગયા વર્ષે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ચનકીતારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ઉસ્માનને ઠાર મારી દીધો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Air Strike, Jaish e Mohammad, Jammu Kashmir, પાકિસ્તાન, ભારતીય સેના

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन