Home /News /national-international /પાકિસ્તાન બાદ હવે ચીને પણ પલટી મારી, અફઘાનિસ્તાન અંગેની NSA કોન્ફરન્સમાં ભાગ નહીં લે

પાકિસ્તાન બાદ હવે ચીને પણ પલટી મારી, અફઘાનિસ્તાન અંગેની NSA કોન્ફરન્સમાં ભાગ નહીં લે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (AP)

અફઘાનિસ્તાનમાં વણસી રહેલી પરિસ્થિતિ, માનવાધિકારોનું ઉલ્લંઘન, મહિલાઓ અને બાળકોની સ્થિતિ, મધ્ય એશિયા અને પાડોશી દેશોમાં તથા તેની આસપાસ વધી રહેલા જોખમોએ ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સહિતના દેશો માટે નવા સુરક્ષા પડકારો પેદા કર્યા છે.

  બેઈજિંગ. અફઘાનિસ્તાન (Afghanistan) મુદ્દે ભારતે 10 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval)ના નેતૃત્વમાં તમામ દેશોના સુરક્ષા સલાહકારોની મહત્વપૂર્ણ કોન્ફરન્સ બોલાવી છે. તાલિબાનના મદદગાર પાકિસ્તાને આ કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઇનકાર કર્યા બાદ ચીને પણ હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે. એવામાં બુધવારે એટલે કે આવતી કાલે થનારી આ મીટીંગમાં ચીન-પાકિસ્તાનને છોડીને રશિયા અને ઈરાન સહિત બધા જ મધ્ય એશિયાઈ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સામેલ થશે. ચીને કહ્યું કે શેડ્યુલિંગ સમસ્યાને કારણે તે આ મીટિંગમાં હાજર નહીં રહી શકે.

  આ પહેલા પડોશી દેશ પાકિસ્તાને પણ બેઠકમાં ભાગ લેવાના આમંત્રણને ઠુકરાવી દીધું છે. આ બેઠકમાં તેમના આમંત્રણની પુષ્ટિ પાકિસ્તાનના વિદેશી કાર્યાલયે ખુદ કરી હતી. તો, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) મોઈદ યુસુફને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારત દ્વારા આયોજિત બેઠકમાં ભાગ લેશે? આના જવાબમાં યુસુફે કહ્યું, ‘હું નહીં જાઉં. હું નથી જઈ રહ્યો. એક વિઘ્નકર્તા (દેશ), શાંતિ સ્થાપિત કરનારો ન હોઈ શકે.’ પાકિસ્તાનના આ નિવેદન અંગે ભારતે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે, પણ આશ્ચર્યજનક નથી.

  રશિયા અને ઈરાન સહિત આ દેશો ભાગ લેશે

  સૂત્રોનું માનવું છે કે રશિયા, ઈરાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સહિત અન્ય મધ્ય એશિયાઈ દેશોનું બેઠકમાં સામેલ થવું એ સ્પષ્ટ કરે છે કે તમામ દેશો માને છે કે પ્રાદેશિક સ્તરે શાંતિ અને સુરક્ષામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને સાથે જ આ દેશો ભારત સાથે મળીને નિશ્ચિત વ્યૂહરચના હેઠળ આગળ વધવા માગે છે.

  આ પણ વાંચો: ચીન કરી રહ્યું છે મોક ડ્રીલ, દેશની સુરક્ષા માટે બેઠક કરશે ટોપ IAF અધિકારી

  તાજિકિસ્તાન સહિત કેટલાય દેશો માટે નવા સુરક્ષા પડકારો પેદા થયા
  અફઘાનિસ્તાનમાં વણસી રહેલી પરિસ્થિતિ, માનવાધિકારોનું ઉલ્લંઘન, મહિલાઓ અને બાળકોની સ્થિતિ, મધ્ય એશિયા અને પાડોશી દેશોમાં તથા તેની આસપાસ સુરક્ષાને લઈને વધી રહેલા જોખમોએ ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સહિતના દેશો માટે નવા સુરક્ષા પડકારો પેદા કર્યા છે. ગયા મહિને રશિયાએ અફઘાનિસ્તાન પર એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં ભારતને આમંત્રિત કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન પર મોસ્કો ફોર્મેટ બેઠકમાં સુરક્ષા અને અન્ય બાબતો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

  NSA કોન્ફરન્સનું શેડ્યુલ

  આ બેઠકમાં રશિયા, ઈરાન ઉપરાંત મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કિમેનિસ્તાનના એનએસએ પણ હાજર રહેશે. આ બેઠકનું નામ ‘દિલ્હી રિજનલ સિક્યોરીટી ડાયલોગ ઓન અફઘાનિસ્તાન’ છે અને તેની અધ્યક્ષતા ભારતના એનએસએ અજીત ડોભાલ કરશે.

  આ પણ વાંચો: ભોપાલમાં મોટી દુર્ઘટના: કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગવાથી ચાર બાળકોના મોત, માસૂમો દાઝ્યા

  ન્યુઝ18ના સૂત્રો મુજબ, બેઠકમાં ભાગ લેનારા બધા દેશોના એનએસએ ખાસ વિમાનોથી આવશે. મંગળવાર સવારથી આ અધિકારીઓનું દિલ્હી પહોંચવું શરુ થઈ જશે. તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત મોર્યા શેરેટન હોટલમાં થશે. બપોરે રશિયા, ઈરાન અને કઝાકિસ્તાન વચ્ચે વાર્તાલાપ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મીટિંગમાં ભાગ લેવાના છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: World News in gujarati, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन