ખુશખબરી! કોવિશીલ્ડ પછી ભારત બાયોટેકને મળી કમિટીની મંજૂરી : સૂત્ર

ખુશખબરી! કોવિશીલ્ડ પછી ભારત બાયોટેકને મળી કમિટીની મંજૂરી : સૂત્ર
પ્રતિકાત્મક તસવીર

કમિટી આ પહેલા ઓક્સફોર્ડની વેક્સીન કોવિશિલ્ડને (Covishield)મંજૂરી આપી ચૂકી છે. જોકે અંતિમ સહમતી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)તરફથી મળવાની બાકી છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Corona Vaccine) સામે જંગમાં ભારત સતત નવી સિદ્ધિઓ મેળવી રહ્યું છે. ખબર આવી રહી છે કે એક્સપર્ટ્સ કમિટીએ સ્વદેશી વેક્સીન ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિનને લીલી ઝંડી આપી દીધી છે. આ પછી કોવેક્સિન (Covaxin)ભારતમાં ઇમરજન્સીમાં ઉપયોગ માટે એક્સપર્ટ એપ્રૂવલ મેળવનાર બીજી વેક્સીન બની ગઈ છે. કમિટી આ પહેલા ઓક્સફોર્ડની વેક્સીન કોવિશિલ્ડને (Covishield)મંજૂરી આપી ચૂકી છે. જોકે અંતિમ સહમતી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)તરફથી મળવાની બાકી છે.

  શનિવારે સૂત્રોએ જણાવ્યું કે સબ્જેટ એક્સપર્ટ કમિટીએ (Subject Experts Committee(SEC)) ભારત બાયોટેકની વેક્સીનને પ્રતિબંધો સાથે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. જોકે શુક્રવારે ભારત બાયોટેક તરફથી રજુ કરેલા ડેટાના આધારે સેન્ટ્રલ ડ્રગ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને એપ્રૂવલ આપવાની ના પાડી હતી. સંસ્થાનું કહેવું હતું કે ભારત બાયોટેક તરફથી મળેલા ડેટા પુરતા નથી. કંપની પાસેથી વધારે જાણકારી માંગવામાં આવી હતી.  આ પણ વાંચો - અખિલેશ યાદવે કહ્યું - હું કોરાના વેક્સીન નહીં લગાવું, BJP પર વિશ્વાસ નથી

  શનિવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભારત કદાચ પ્રથમ એવો દેશ હશે જે ચાર વેક્સીન સાથે તૈયાર છે. ભારતમાં હાલ ત્રણ વેક્સીન ઉમેદવાર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા (Oxford-AstraZeneca),ફાઇઝર (Pfizer) અને ભારત બાયોટેકની વેક્સીન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જાવડેકરે સંકેત આપ્યો કે એકથી વધારે વેક્સીન ઉમેદવારોને ઇમરજન્સી એપ્રૂવલ મળી શકે છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને સ્પષ્ટ કર્યું કે કોરોના વેક્સીન પ્રોગ્રામમા પ્રથમ તબક્કામાં મફત વેક્સીન લગાવવામાં આવશે. આ સિવાય તેમણે વેક્સીનને લઈને ફેલાતી અફવાઓથી પણ બચવાની અપીલ કરી છે.
  Published by:Ashish Goyal
  First published:January 02, 2021, 22:56 pm

  ટૉપ ન્યૂઝ