મોદીની હત્યાનું ષડયંત્રઃ ગડકરીની ચેતવણી બાદ શેહલા બોલી વ્યંગ્ય હતું TWEET

જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ઉપર આરોપ લગાવ્યો છે.

જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ઉપર આરોપ લગાવ્યો છે.

 • Share this:
  જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ઉપર આરોપ લગાવ્યો છે. શેહલાનું કહેવું છે કે આરએસએસ અને નિતિન ગડકરી વડાપ્રધાન મોદીની હત્યા કરાવાનું ષડયંત્ર રચે છે.

  શેહલાએ શનિવારે એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે, આરએસએસ/ગડકરી મોદીની હત્યા કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ત્યારબાદ દોષનો ટોપલો મુસ્લિમો અને કમ્યુનિસ્ટો ઉપર ઢોળશે અને મુસ્લિમોને લિચિંગ કરશે.’

  શેહલા રશીદની આ ટ્વિટ અંગે જેવી જ નિતિન ગડકરીને જાણ થઇ કે આ અંગે ભારે વિરોધ દર્શાવીને કહ્યું હતું કે, આ અંગે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. શેહલા રાશીદના ટ્વીટનો જવાબ આપતા નિતિન ગડકરીએ ટ્વિટર પર લખ્યું છે કે, ‘હું એ અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જઇ રહ્યો છું કે, જેમણે વિચિત્ર ટિપ્પણીઓ કરી છે, મારા પર અંગત ઉદેશ્યોની પૂર્તિ માટે આરોપ લગાવાયા છે. કે હું પીએમ મોદીની હત્યા કરાવવાનું ષડયંત્ર ગડી રહ્યો છું.’

  શેહલા બોલી, વ્યંગ્યમાં કર્યું હતું ટ્વીટ

  ગડકરીની આ ચેતવણી બાદ શેહલાએ વધુ એક ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ ટ્વીટ વ્યંગ્યાત્મક અંદાઝમાં કરવામાં આવ્યું હતું. જોકે, આની સાથે તેણે નિતિન ગડકરીને પ્રશ્ન કર્યો હતો કે, જેએનયુમાં તેમની સાથે અભ્યાસ કરતા ઉમર ખાલિદને નિશાન બનાવી રહેલા મીડિયા હાઉસ વિરૂદ્ધ કાર્યવાહી કરશે?

  માઓવાદીઓની ચિઠ્ઠીમાં પીએમ મોદીની હત્યાની વાત

  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક ચિઠ્ઠી સામે આવી છે. જેમાં ખુલાસો થયો છે કે, માઓવાદીઓ વડાપ્રધાન મંત્રીની હત્યા કરાવનું ષડયંત્ર રચી રહ્યા છે. પૂણે પોલીસે શુક્રવારે ભીમા-કોરેગાંવ હિંસા મામલા અંગે પાંચ લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે, પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદીઓ)થી આમનો સંબંધ છે. એક આરોપીના ઘરેથી પોલીસને ચિટ્ઠી મળી છે. જેમાં કથીત રીતે માઓવાદીઓ પીએમ મોદીની હત્યાનો ઉલ્લેખ કરતા ‘વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડને અંજામ આપવાની વાત કરી રહ્યા છે
  Published by:Ankit Patel
  First published: