Home /News /national-international /ચોંકાવનારો કિસ્સો! યુગલે મંદિરમાં કર્યા પ્રેમ લગ્ન, મહિના બાદ પત્ની ગર્ભવતી થતા પતિએ જ ઘરમાંથી બહાર કાઢી મૂકી

ચોંકાવનારો કિસ્સો! યુગલે મંદિરમાં કર્યા પ્રેમ લગ્ન, મહિના બાદ પત્ની ગર્ભવતી થતા પતિએ જ ઘરમાંથી બહાર કાઢી મૂકી

લગ્ન બાદ પતિએ ગર્ભવતી પત્નીને ઘરની બહાર કાઢી મૂકી

Maharashtra News: હવે આ સમગ્ર મામલે અમરાવતી પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી શ્રેયસ ધાંદર, તેના પિતા દાદારાવ ધાંદર સહિત અન્ય ત્રણ મહિલાઓ સામે સાર્સી ગામના ઉપસરપંચ રોશન બહીમકર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નવી દિલ્હીઃ એક મેના અને એક કબૂતર અને બંને યુવાનીમાં પ્રેમમાં પડ્યાં. આ પછી બંને શિવમંદિર પહોંચ્યા હતા અને માળા પહેરીને એકબીજા સાથે લગ્ન (Love Marriage) કર્યા હતા. પછી બંને સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. આ પછી મેનાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ કબૂતરે મેનાને બાળક સાથે ઘરની બહાર કાઢી મૂકી અને પછી કબૂતરે હાથ ઊંચા કરીને કહ્યું કે હું તે નથી અને આ બાળક પણ મારું નથી. તમને વાંચીને થશે કે આ તો કાલ્પનિક અને બનાવેલી વાર્તા છે. તો આપને જણાવી દઇએ કે આ વાર્તા કોઇની અસલ જીંદગીમાં હકીકત બની ગઇ છે. ઘટના મહારાષ્ટ્રના અમરાવતી (Amravati)ની છે.

ગર્ભવતી બનાવી છોડી દીધી પત્નીને


જણાવવામાં આવી રહ્યું છે કે અમરાવતીના ગાડગેનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી આરોપી શ્રેયસ ધંદરને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને કોઈને જાણ કર્યા વગર ગુપ્ત રીતે શિવ મંદિર પહોંચ્યા અને એકબીજાને હાર પહેરાવી લગ્ન કરી લીધા. બંને લગ્ન કરીને સાર્સી (Sarsi Village) ગામમાં રહેવા લાગ્યા. ક્યારેક ખુશી તો ક્યારેક જબરદસ્તી પણ થતી હતી. શિવ મંદિરમાં માલાવાળા લગ્નના એક મહિના બાદ આરોપીએ યુવતીને ગર્ભવતી બનાવી અને તેના પિતાના ઘરે છોડીને (Man Left his pregnant wife) કોઈ બહાનું કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ શરાબી પતિથી ત્રસ્ત રૂબીનાએ અપનાવ્યો હિન્દુ ધર્મ, પુષ્પા બની પ્રેમી સંગ કર્યા લગ્ન

યુવકના પરીવારે આપી ધમકી


મહિલાના જણાવ્યા પ્રમાણે મંદિરમાં મેરેજ કર્યા બાદ શ્રેયસ કાયદાકીય લગ્ન બાદ તેને લઇને ફરતો રહ્યો હતો. તે તેને ગુજરાતના બરોડા પણ લઈ ગયો હતો. આ દરમિયાન તે પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી. જુલાઈ 2022માં આ યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. પત્ની બાળકને લઈને શ્રેયસના ઘરે પહોંચી, ત્યારે શ્રેયસે હાથ ઊંચો કરી દીધો હતો. શ્રેયસના પરિવારે યુવતીને ધમકી આપી હતી અને ગામના ઉપસરપંચે પણ યુવતીને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃUnique Love Story: પાંચ બાળકોની માતાએ પ્રેમ લગ્ન કર્યા, પ્રેમીને પણ છે પાંચ બાળકો; 10 બાળકો થયા અનાથ

પોલીસે હાથ ધરી કાર્યવાહી


હવે આ સમગ્ર મામલે અમરાવતી પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી શ્રેયસ ધાંદર, તેના પિતા દાદારાવ ધાંદર સહિત અન્ય ત્રણ મહિલાઓ સામે સાર્સી ગામના ઉપસરપંચ રોશન બહીમકર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Husband Wife Relation, Love marriage, Maharastra News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन