પહેલા થયો ડેન્ગ્યૂ, પછી કોરોના અને હવે કોબ્રા કરડ્યો, રાજસ્થાનમાં ફસાયેલા એક અંગ્રેજની દુઃખી દાસ્તાન

ભારતમાં આવીને ચેરિટી કામ કરતાં બ્રિટિશ નાગરિક જૉન્સ એક પછી એક અનેક તકલીફોમાં સપડાયા, દીકરીએ કહ્યું- મારા પિતા ફાઇટર છે

ભારતમાં આવીને ચેરિટી કામ કરતાં બ્રિટિશ નાગરિક જૉન્સ એક પછી એક અનેક તકલીફોમાં સપડાયા, દીકરીએ કહ્યું- મારા પિતા ફાઇટર છે

  • Share this:
    નવી દિલ્હીઃ બ્રિટન (Britain)થી ભારત આવીને ચેરિટી કામ કરનારા એક એવી વ્યક્તિની આ કહાણી છે જેને સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ વશે. રાજસ્થાન (Rajasthan)માં ફસાયેલા આ વ્યક્તિનો એક વાર નહીં, બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર જિંદગી અને મોતનો સામનો થયો. પહેલા તેમનો સામનો જીવલેણ ડેન્ગ્યૂ (Dengue) સાથે થયો, તેમાંથી સાજા થયા બાદ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની ઝપટમાં આવી ગયા અને હવે સાપના કરડ્યા (Snake Bite) બાદ તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

    હૉસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

    ઇયાન જૉન્સને થોડા દિવસો પહેલા જયપુરથી 350 કિલોમીટર દૂર એક કસ્બામાં એક ઝેરી કોબ્રાએ ડંખ મારી દીધો. હવે તેઓ જયપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. તેની સારવાર કરી રહેલા ડૉક્ટર અભિષેક તાતેરે જણાવ્યું કે, તેઓ અમારે ત્યાં ગત સપ્તાહે આવ્યા હતા. તેમને એક ગામમાં સાપ કરડી ગયો. શરૂઆતમાં અમને લાગ્યું કે તેમને ફરી એકવાર કોરોના થયો છે, પરંતુ રાહતની વાત એ રહી કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. અમને તેમનામાં સાપ કરડવાના લક્ષણ મળ્યા છે. જૉન્સને આંખોથી સ્પષ્ટ નથી દેખાતું, સાથોસાથ ચાલવામાં પણ મુશ્કેલી આવી રહી હતી.

    આ પણ વાંચો, પોતાને આર્મી મેજર કહીને 17 પરિવારને આપ્યો લગ્નનો વાયદો, ધોરણ-9 પાસે 6.5 કરોડ રૂપિયા ખંખેરી દીધા

    ફાઇટર છે મારા પિતા

    ડૉક્ટરોના જણાવ્યા મુજબ, જૉનને ગત સપ્તાહે જ રજા આપવામાં આવી હતી. GoFundMeની વેબસાઇટ પર એક નિવેદન જાહેર કરીને તેમની દીકરીએ કહ્યું કે તેમના પિતા ફાઇટર છે. તેઓએ કહ્યું કે, ભારત તેમને સૌથી પહેલા મલેરિયાનો તાવ આવ્યો. ત્યારબાદ તેમને ડેન્યૂલક થઈ ગયો. ડેન્ગ્યૂની સારવાર લીધો તેમને મલેરિયા થઈ ગયો. ત્યારબાદ તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું અને હવે તેમને ઝેરી કોબ્રાએ ડંખ મારી દીધો છે.

    આ પણ વાંચો, ‘હનીમૂન હોટલ’માંથી પકડાયા ચાર પ્રેમી જોડા, ગેરકાયદેસર ધંધાનો થયો મોટો ખુલાસો

    ભારતમાં ફસાયા છે

    જૉન્સના દીકરાએ પણ કહ્યું કે તેના પિતા હાલ કોરોના મહામારીને કારણે ભારતમાં ફસાયેલા છે. તેઓ બ્રિટન પરત ફરી નથી શકતા. પરંતુ તેમના દીકરાએ એ વાતની ખુશી વ્યક્ત કરી કે તેઓ ભારતમાં રહીને બીજા લોકોની મદદ કરી રહ્યા છે. જૉન્સ રાજસ્થાનમાં પારંપરિક કારીગરો સાથે કામ કરે છે.
    Published by:Mrunal Bhojak
    First published: