'કોંગ્રેસ મુક્ત ભારત'નું બીજેપીનું સપનું સાકાર થશે? હવે ફક્ત 5 રાજ્યમાં કોંગ્રેસની સરકાર

News18 Gujarati
Updated: July 24, 2019, 8:07 AM IST
'કોંગ્રેસ મુક્ત ભારત'નું બીજેપીનું સપનું સાકાર થશે? હવે ફક્ત 5 રાજ્યમાં કોંગ્રેસની સરકાર
રાહુલ, પ્રિયંકા (ફાઇલ તસવીર)

દેશમાં હવે ફક્ત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસની સરકાર વધી છે.

  • Share this:
કર્ણાટક વિધાનસભામાં એચ.ડી. કુમારસ્વામીએ વિશ્વાસ મત ગુમાવતાની સાથે જ મંગળવારે કોંગ્રેસના હાથમાંથી વધુ એક રાજ્ય સરકી ગયું છે. હવે ફક્ત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસની સરકાર વધી છે. કર્ણાટકમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સત્તા પર રહી ગઈ છે. એક રીતે જોઈએ તો કોંગ્રેસનો ગઢ સતત પડી રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર દક્ષિણ ભારતમાં કોંગ્રેસના પ્રતિક સમાન હતી. હવે કર્ણાટકમાંથી પણ સરકાર જવાથી દક્ષિણ ભારતમાં ક્યાંક કોંગ્રેસ નથી રહી.

કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડતાની સાથે જ હવે દક્ષિણ ભારતમાંથી કોંગ્રેસનું નામું નંખાઈ ગયું છે. જોકે, કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સત્તામાં છે. ગત વર્ષે જેડીએસ સાથે સરકાર બનાવીને કોંગ્રેસે દક્ષિણમાં પોતાની સત્તા જાળવી રાખી હતી. જેના થોડા મહિના પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : 14 મહિનામાં કુમારસ્વામીની સરકાર પડી, બીજેપીને બહુમત

બીજેપીએ વર્ષ 2014માં સત્તા પર આવ્યા બાદ તેમણે કહ્યુ હતુ કે પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું લઈને ચાલી રહી છે. પાર્ટી ઈચ્છે છે કે આખા દેશમાં ક્યાંક કોંગ્રેસની સરકાર ન રહે. અમિત શાહ પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કહી ચુક્યા છે. વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત મેળવી હતી. જેના કારણે આ આંકડો પાંચ પર પહોંચી ગયો હતો. નહીં તો આ આંકડો કોંગ્રેસ માટે પણ ચિંતાજનક હોત.

આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 2014ની જેમ હારનો સામનો કરવો પડ્યો હતો. જેના આશરે બે મહિના પછી કર્ણાટકમાં સરકાર પડતા કોંગ્રેસને બીજો ફટકો પડ્યો છે. બીજી તરફ ભાજપા તેમજ તેની સહયોગી પાર્ટી દેશમાં 16 રાજ્ય પર શાસન કરી રહી છે. આ રાજ્યોમાં અગત્યના માનવામાં આવતા બિહાર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં સત્તા મેળવ્યા બાદ હવે 17 રાજ્યમાં બીજેપી અને તેની સહયોગી પાર્ટીનું શાસન થઈ જશે.
First published: July 24, 2019, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading