ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં કોસ્ટ કટિંગ, કોઈની નોકરી ગઈ, કોઈને સેલરી મોડી મળી!

News18 Gujarati
Updated: July 13, 2019, 7:05 AM IST
ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં કોસ્ટ કટિંગ, કોઈની નોકરી ગઈ, કોઈને સેલરી મોડી મળી!
રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

અત્યાર સુધી સેવાદળને કુલ માસિક ખર્ચ 2.5 લાખ રૂપિયા મળતો હતો, જેને હવે ઘટાડી 2 લાખ કરી દેવામાં આવ્યો છે

  • Share this:
લોકસભા ચૂંટણીમાં હારનું ઠીકરૂ કોંગ્રેસ નેતાઓ પર ભલે અત્યાર સુધી ન ફૂટ્યું હોય. પરંતુ, સંગઠનમાં કામ કરનારા કર્મચારીઓ પર દેખાવાનું શરૂ કર્યું છે.

કેટલાક વિભાગોમાં છટણી શરૂ થઈ ગઈ છે તો, કેટલાકને ખરચા ઓછા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સૌથી વધારે મુશ્કેલીમાં પાર્ટીનો ડેટા એનાલિસિસિ ડિપાર્ટમેન્ટ છે. તેમાં કામ કરી રહેલા લોકોને ક્યાંક બીજે નોકરી શોધવાનો ઈશારો કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમાં કામ કરી રહેલા સ્ટાફને જૂન મહિનાનો પગાર પણ નથી મળ્યો.

સોશિયલ મીડિયા ટીમમાં થઈ છટણી

કઈંક આવી જ પરિસ્થિતિ પાર્ટીના હાઈ પ્રોફાઈલ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની પણ છે. ચૂ્ંટણી દરમ્યાન લગભગ 50થી 55 લોકો આ વિભાગમાં કામ કરી રહ્યા હતા, જેની સંખ્યા હવે 35 રહી ગઈ છે. આ પણ કોસ્ટ કટિંગના નામ પર કરવામાં આવી છે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહેલા લોકોને પણ જૂન મહિનાની સેલરી લગભગ 10 દિવસ મોડી મળી છે.

આ સિવાય સૂત્રો અનુસાર, પાર્ટીની મુખ્ય ઓફિસ 24 ઓક્ટોબર રોડની નજીક કોંગ્રેસ સેવાદળને પણ ખર્ચમાં કટોતી કરવાનું કહ્યું છે. અત્યાર સુધી સેવાદળને કુલ માસિક ખર્ચ 2.5 લાખ રૂપિયા મળતો હતો, જેને હવે ઘટાડી 2 લાખ કરી દેવામાં આવ્યો છે. ખર્ચમાં ભારે કટોતીના આવા જ નિર્દેશ યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ એનએસયૂઆઈ અને અન્ય સંગઠનોને પણ આપવામાં આવ્યા છે.

સ્ટાફને બહારનો રસ્તો બતાવી દેવાયો
Loading...

કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં પણ એક સ્ટાફને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હારની આ સાઈડ ઈફેક્ટ એઆઈસીસીમાં કામ કરી રહેલા સ્થાયી કર્મચારીઓ પર અત્યાર સુધી નથી પડી અને તેમનો પગાર પણ સમયથી મળી રહ્યો છે. અસર માત્ર તે લોકો પર છે જે અસ્થાઈ કર્મચારી નિયુક્ત થયા છે.

કોંગ્રેસના ખજાનાની પરિસ્થિતિ 2019ની લોકસભા ચૂંટણી પહેલાથી જ ખરાબ છે. પાર્ટીનો ખજાનો ખાલી છે, અને હવે ચૂંટણીમાં હાર બાદ ખર્ચમાં કટોતીના નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. આમાં ભવિષ્યમાં નોકરીઓમાં અને કટોતી તથા ખર્ચ પણ સામેલ છે.

પહેલા પણ ઓછા ખર્ચા કરવાની આપવામાં આવી હતી સલાહ
પાર્ટી પોતાના નેતાઓને પહેલા પણ શાહી ખર્ચા કરવાથી બચવાની સલાહ આપી ચુકી છે. પાર્ટીની ઓફિસ અછતના કારણે નથી બની શકી. સાંસદો અને ધારાસભ્યોને એક મહિનાની સેલરી પાર્ટી ફંડમાં જમા કરાવવાનું પાર્ટી પહેલા જ કહી ચુકી છે.

જોકે, આ સમાચારો મુદ્દે પૂછવા પર નામ ન જાહેર કરવાની શરત પર એક નેતા કહે છે, ચૂંટણી ખતમ થઈ ગયા બાદ ડેટા એનાલિસિસ ડિપાર્ટમેન્ટ અથવા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની એવી જરૂરત નથી, જે ચૂંટણી દરમ્યાન હતી એટલે સ્ટાફ ઓછો થવો સ્વાભાવિક છે.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...