Coronaમાં નોકરી ગઈ, પછી સ્કૂટી પર શરૂ કર્યો ઢાબો, હવે બીજાને આપે છે કામ

Coronaમાં નોકરી ગઈ, પછી સ્કૂટી પર શરૂ કર્યો ઢાબો, હવે બીજાને આપે છે કામ
બલબીરે કહ્યું હતું કે વાહે ગુરુની કૃપાથી ધંધો સારો ચાલી રહ્યો છે. હવે પરિસ્થિતિ સામાન્ય થવા પર ફરી નોકરી મળે તો પણ તે નોકરી કરવા જશે નહીં

બલબીરે કહ્યું હતું કે વાહે ગુરુની કૃપાથી ધંધો સારો ચાલી રહ્યો છે. હવે પરિસ્થિતિ સામાન્ય થવા પર ફરી નોકરી મળે તો પણ તે નોકરી કરવા જશે નહીં

  • Share this:
    નવી દિલ્હી : બલબીર વ્યવસાયે ડ્રાઇવર હતો. એક હોટલમાં ગાડી ચલાવતો હતો પણ કોરોના (Corona) મહામારી દરમિયાન નોકરી જતી રહી હતી. લોકડાઉન (Lockdown)પણ લાગી ગયું હતું. આ સમયે બલબીરને પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)એક વાત યાદ રહી હતી કે આપદાને અવસરમાં બદલો. તેથી જેવું લોકડાઉન ખૂલ્યું તો બલબીરે પોતાની તે સ્કૂટીને ઢાબો બનાવી દીધું હતુ જેના પર તે નોકરી કરવા માટે જતો હતો. ગુડગાંવના રસ્તા પર બલબીરે ખાવાનું વેચવાનું શરૂ કર્યું હતું.

    શરૂઆતમાં 20 લોકોનું ખાવાનું બનાવતો હતો. થોડાક દિવસો પછી 20 લોકોનું ખાવાનું જલ્દી વેચાઇ જવા લાગ્યું. જેથી બલબીરે ખાવાની માત્રા વધારી હતી. આજે સ્થિતિ એવી છે કે બલબીરના બનાવેલા રાજમા ચાવલ અને છોલે કઢી જોત જોતામાં ખતમ થઈ જાય છે.



    આ પણ વાંચો - અમદાવાદ : ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતા રહો સાવધ, યુટ્યૂબમાંથી શીખી આવી ટેકનિકથી કરતા ચોરી



    બલબીરે પોતાના બેરોજગાર થયેલા મિત્રને પણ આપી નોકરી

    બલબીર તો પોતે કામમાં લાગી ગયો હતો. આ સાથે તેનો મિત્ર હરવિંદર બેરોજગાર થયો હતો. તેણે પોતાના મિત્રને પણ ઢાબામાં રાખી લીધો હતો. હવે બંને મિત્રો રોજ કઢી, ભાત, રાજમા, ચાવલ જેવી અલગ-અલગ આઈટમો બનાવીને વેચે છે અને સારી રીતે પોતાનું ઘર ચલાવી રહ્યા છે. બલબીરે પોતાના ખાવાની ડિશનો ભાવ 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો રાખ્યો છે. તેનો મત છે કે આ ભાવમાં દરેક જરૂરિયાતમંદ તેમના ત્યાં ખાવાનું ખાઇ શકે.

    બલબીરે કહ્યું - હવે પાછો નોકરી કરવા જઈશ નહીં

    બલબીરે કહ્યું હતું કે વાહે ગુરુની કૃપાથી ધંધો સારો ચાલી રહ્યો છે. હવે પરિસ્થિતિ સામાન્ય થવા પર ફરી નોકરી મળે તો પણ તે નોકરી કરવા જશે નહીં. પોતાના આ ધંધાને આગળ વધારશે. બીજા જરૂરિયાતમંદ લોકોને નોકરી આપશે. સ્કૂટી પર આ હાલતા ચાલતા ઢાબાની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર પણ છે.
    Published by:Ashish Goyal
    First published:October 22, 2020, 17:41 pm

    ટૉપ ન્યૂઝ