ડોભાલના પ્રયાસોને મળી મોટી સફળતા, મ્યાંમારે નોર્થ-ઇસ્ટના 22 ઉગ્રવાદીઓને ભારતને સોંપ્યા

News18 Gujarati
Updated: May 15, 2020, 5:30 PM IST
ડોભાલના પ્રયાસોને મળી મોટી સફળતા, મ્યાંમારે નોર્થ-ઇસ્ટના 22 ઉગ્રવાદીઓને ભારતને સોંપ્યા
ઉગ્રવાદીઓની તસવીર

ઉગ્રવાદીઓને લઇને આવતું એક વિમાન મ્યાંમારથી ઉડ્ડાન ભરી ભારત પહોંચ્યું છે.

  • Share this:
મ્યાંમારની સેનાએ (Myanmar Military) શુક્રવારે બપોરે નોર્થ ઇસ્ટ (Northeast)ના 22 ઉગ્રવાદીઓને (Insurgents) ભારત સરકારને સોંપ્યા છે. મણિપુર (Manipur) અને અસમ (Assam)ના મોસ્ટ વૉન્ટેડ આ ઉગ્રવાદીઓને એક વિશેષ વિમાનથી ભારત પાછા લાવવામાં આવ્યા છે. જે પર સુત્રોના આધારે જાણકારી મળી છે.

ઉગ્રવાદીઓનું એક વિમાન મ્યાંમારથી ઉડ્ડાન ભર્યા પછી તરત જ એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું કે મ્યાંમાર સરકારે આ એક મોટું પગલું લીધું છે. તેનાથી બંને દેશોની સરકાર વચ્ચેના સંબંધો સારા થશે. આ વિમાન અસમના ગુવાહાટી જવાના પહેલા મણિપુરની રાજધાની ઇફાલ રોકાશે. અધિકારીઓએ જણાવ્યું કે ઉગ્રવાદીઓ બંને રાજ્યોની સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે.

એક વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા યોજનાકારે કહ્યું કે આ અભિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નેતૃત્વમાં સંચાલિત હતું. વધુમાં તેમણે જણાવ્યું કે પહેલી વાર તેવું બન્યું છે કે મ્યાંમાર સરકારે પૂર્વોત્તર ઉગ્રવાહીના સમૂહનો નેતાઓને સોંપવાનો ભારતનો અનુરોધ સ્વીકારો છે. આનાથી બંને દેશોની વચ્ચે ગુપ્તચર અને રક્ષા સહયોગ વધશે. મ્યાંમાર જે ઉગ્રવાદીઓને પાછા મોકલી રહ્યો છે તેમાંથી કેટલાક વરિષ્ઠ ઉગ્રવાદી છે જેમની શોધ લાંબા સમયથી થઇ રહી છે.

ભારતીય ઉગ્રવાદી નેતા જેવા કે NDFB (S)ના સ્વધોષિત ગૃહ સચિવ રાજેન ડાઇમરી, UNLFના કેપ્ટન સનતોમ્બા નિંગથૌઝમ અને PREPAK (પ્રો)ના લેફ્ટિનેન્ટ પશૂરામ લેશરામ પણ સામેલ છે. 22 ઉગ્રવાદીઓમાંથી 12 મણિપુરના ચાર મોટો ઉગ્રવાદી સમૂહથી જોડાયેલા છે. UNLF, PREPAK (Pro), KYKL અને PLAના ઉગ્રવાદી છે. અને બાકીના 10 એનડીએફબી (એસ) અને કેએળઓ જેવા અસમ ઉગ્રવાદી સમૂહથી જોડાયેલા છે. મ્યાંમારની સાથે ભારતની 1,600 કિલોમીટરની સીમા જોડાયેલી છે. મ્યાંમારમાં ભારત વિરુદ્ઘ લડતા ઉગ્રવાદી સમૂહોની આ શિબીરોને આદર્શ માનવામાં આવે છે.
First published: May 15, 2020, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading