NDAની બેઠકમાં આજે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

News18 Gujarati
Updated: May 25, 2019, 7:54 AM IST
NDAની બેઠકમાં આજે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ચૂંટણીના પરિણામો બાદ શુક્રવાર સાંજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપે સરકાર રચવાની તૈયારી ઝડપી કરી લીધી છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં જીત મેળવનારા પોતાના તમામ સાંસદોને આજે દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં બોલાવ્યા છે. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવું નક્કી છે. આ બેઠક બાદ નરેન્દ્ર મોદી ભાજપની સાથી પાર્ટીઓ સાથે પણ વાતચીત કરશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એલજેપીના રામવિલાસ પાસવાન સહિત એનડીએના તમામ નેતા આજે દિલ્હી પહોંચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામો બાદ શુક્રવાર સાંજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ તમામ મંત્રીપરિષદ સભ્યોએ પણ રાષ્ટ્રપ‍િત રામનાથ કોવિંદને પોતાના રાજીનામા સોંપ્યા. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર કરતાં તમામને નવી સરકારની રચના સુધી કામકાજ સંભાળવાનો આગ્રહ કર્યો, જેને પીએમે સ્વીકાર કરી લીધો. હવે તેઓ શપથ લેવા સુધી કાર્યવાહક પીએમ તરીકે જવાબદારીઓ સંભાળશે.

આપનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...

ભાજપે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપતાં કહ્યું કે બીજેપીની તમામ સાથી પાર્ટીઓની બેઠક 25 મેના રોજ સાંજે 5 વાગ્યે સેન્ટ્રલ હોલમાં બોલાવવામાં આવી છે. તેની સાથે આજે જ મંત્રીમંડળ અને પોર્ટફોલિયોને લઈને પણ એક બેઠક કરવામાં આવશે. આ બેઠકનું સંચાલન અમિત શાહ કરશે અને એનડીએના તમામ નેતાઓ સાથે તેની પર મુલાકાત કરશે.

અત્યાર સુધી એનડીએને 351 સીટો
અત્યાર સુધીના પરિણામોમાં ભાજપની આગેવાનીવાળી એનડીએએ 353 સીટો પર ઐતિહાસિક જીત મેળવી છે. બીજી તરફ, કોંગ્રેસે 52 સીટો પર જીત નોંધાવી છે. સહયોગીઓને મેળવીને યૂપીએના ભાગમાં 92 સીટ આવી છે જ્યારે અન્ય પાર્ટીઓના ખાતામાં 97 સીટો આવી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ યાદવના મહાગઠબંધનને ફેલ કરી દીધું અને 80માંથી 62 સીટો જીતી લીધી. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની અમેઠી સીટ ઉપર ન જીતી શક્યા. સોનિયા ગાંધીને રાયબરેલીમાં જીત મળી.
First published: May 25, 2019, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading