વિજેન્દ્ર કુમાર, જિંદઃ હરિયાણા (Haryana)ના જિંદ (Jind) જિલ્લાના નરવાના કસ્બાના ગામ ઢાબી ટેકસિંહમાં રૂંવાડા ઊભા કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરના આંગણામાં માતા અને દીકરાની લાશ જમીનની અંદર દાટેલી મળી. પોલીસે જેસીબીની મદદથી ખોદકામ કરીને લાશોને બહાર કાઢી. નરવાનાની સિવિલ હૉસ્પિટલ (Civil Hospital)માં તેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
નોંધનીય છે કે, નરવાનાના ઢાબી ટેક સિંહમાં 64 વર્ષીય રણબીર કૌર અને તેમના પુત્ર હરપ્રીત (47 વર્ષ) ઘરમાં રહેતા હતા. પંજાબના પટિયાલામાં રહેતી વિધવા પુત્રવધૂ અનેક દિવસોથી સાસુ અને દિયરને ફોન કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ સંપર્ક ન થવાના કારણે પુત્રવધૂ પરિવારના સભ્યોની સાથે ગઢી પોલીસ. સ્ટેશનમાં તેમના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવવા પહોંચી હતી. પોલીસે ઘરનું તાળું તોડીને તપાસ કરી તો લોહીના નિશાન મળ્યા. જેસીબીની મદદથી ખોદકામ કરવામાં આવ્યું તો માતા અને દીકરાની લાશ મળી આવી.
ડીએસપીએ જણાવ્યું કે, ગઢી પોલીસ સ્ટેશનની હદના ઢાબી ટેકસિંહ ગામની એક મહિલા ઇન્દ્રજીત કૌરે જણાવ્યું કે તેઓ પટિયાલામાં રહે છે અને છેલ્લા અનેક દિવસોથી તેમની સાસુ અને દિયર સાથે સંપર્ક નથી થઈ રહ્યો. તેમની ફરિયાદ પર પોલીસે ગુમ થવાનો મામલો નોંધીને ગામમાં જઈને તપાસ કરી તો ત્યાં માટી ખોદી હોય તેવા નિશાન મળ્યા. ત્યારબાદ ખોદકામ કરવામાં આવ્યું તો ઘટનાસ્થળે બંનેની લાશ મળી આવી. હત્યાના આ મામલામાં ગામના જ એક વ્યક્તિ પર આશંકા છે. પોલીસે આ મામલામાં દરોડા પાડી રહી છે. યુવકને કસ્ટડીમાં લીધા બાદ આ ડબલ મર્ડર કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે.