Home /News /national-international /કર્મનું તત્કાલ ફળ મળ્યું: અમેરિકામાં મહિલાની હત્યા કરી લાશને દફનાવી, ત્યાં હત્યારાનો પણ હાર્ટએટેકથી જીવ ગયો
કર્મનું તત્કાલ ફળ મળ્યું: અમેરિકામાં મહિલાની હત્યા કરી લાશને દફનાવી, ત્યાં હત્યારાનો પણ હાર્ટએટેકથી જીવ ગયો
અમેરિકામાં મહિલાની હત્યા કરી લાશને દફનાવી, ત્યાં હત્યારાનો પણ હાર્ટએટેકથી જીવ ગયો
America Crime : અમેરિકા (America) થી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં હત્યા (Murder) ના આરોપીનું પણ હત્યા બાદ હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. આરોપીએ મરતા પહેલાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને લાશને દફનાવી દીધી હતી.
વોશિંગ્ટ: હિન્દુ ધર્મમાં કર્મ (Karma) અને તેના ફળનો સિદ્ધાંત ખૂબ પ્રચલિત છે. જે જેવુ કરે છે તેવું ફળ મળે જ છે તેવી માન્યતા છે. કર્મનું ફળ વહેલા મોડું મળતા હોવાના અનેક દાખલા છે, પરંતુ તાજેતરમાં અમેરિકામાં એક શખ્સને તાત્કાલિક કર્મનું ફળ મળી ગયું હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના વોશિંગ્ટનમાં એક શખ્સે મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ હત્યારાએ લાશને ઠેકાણે પાડવાનું વિચાર્યું હતું. જેથી તેણે મહિલાના મૃતદેહને દક્ષિણ કેરોલિનામાં તેના ઘરની પાછળના પાછલા વરંડામાં દફનાવી દીધો હતો. આ દરમિયાન લાશ દફન કર્યા બાદ હત્યા કરનાર શખ્સનું પણ મોત થયું હતું. હત્યારાની ઓળખ જોસેફ મેકકિન્નોન તરીકે થઈ હતી.
આ ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલાના હત્યારાનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તેણે મરતા પહેલાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને લાશને દફનાવી દીધી હતી.
આ વિચિત્ર બનાવથી આસપાસના વિસ્તારમાં સન્નાટો છવાયો છે. આ ઘટના અંગે એજફિલ્ડ કાઉન્ટીના શેરિફ જોડી રોલેન્ડ અને કાઉન્ટી કોરોનર ડેવિડ બર્નેટે મંગળવારે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, અધિકારીઓને ટ્રેન્ટન શહેરમાં 60 વર્ષીય જોસેફ મેકકિન્નોન મૃત હાલતમાં મળી આવ્યો છે. મેકકિન્નોનના શરીરમાં ઈજાના નિશાન નહોતા અને તેનું મોત જાણે કુદરતી કારણોસર થયું હોય એવું લાગે છે.
આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેકકિન્નોનના મૃત્યુની જાણ તેના પરિવારના સભ્યોને કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘરના પાછલા વરંડામાંથી બીજી લાશ મળી આવી હતી. આ મૃતદેહ 65 વર્ષીય પેટ્રિશિયા રૂથ ડેન્ટનો હતો. લાશને કચરાની થેલીઓમાં લપેટીને દફનાવવામાં આવી હતી.
બીજી લાશ અંગે તપાસ કરી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળના પુરાવા અને સાક્ષીઓના નિવેદનો સૂચવે છે કે મેકકિન્નોને ડેન્ટ પર હુમલો કર્યો હતો.
આ કેસમાં વધુમાં જાણવા મળ્યું છે, હત્યારાએ મહિલાના મૃતદેહને દક્ષિણ કેરોલિનામાં તેના ઘરની પાછળના પાછલા વરંડામાં દફનાવી દીધો હતો. લાશ દફન થયા બાદ હત્યારાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સ્થાનિક અધિકારીઓએ પણ મહિલાના હત્યારાનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની પુષ્ટિ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર