કમલ હસનની ચુપ્પીવાળા નિવેદન પર બોલ્યા રજનીકાંત, હજી નથી બન્યો ફૂલ ટાઈમ નેતા

News18 Gujarati
Updated: March 13, 2018, 10:29 PM IST
કમલ હસનની ચુપ્પીવાળા નિવેદન પર બોલ્યા રજનીકાંત, હજી નથી બન્યો ફૂલ ટાઈમ નેતા
News18 Gujarati
Updated: March 13, 2018, 10:29 PM IST
રજનીકાંતે મંગળવારે કહ્યું કે તે હજી પૂર્ણરીતે રાજનેતા નથી બન્યા. દયાનંદ સરસ્વતી આશ્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, 'હજી હું પૂર્ણરીતે રાજનેતા બન્યો નથી. મેં પોતાની પાર્ટીની જાહેરાત પણ નથી કરી. અત્યારે હું રાજનીતિ અંગે કોઈવાત કરવા માંગતો નથી.'

જણાવી દઈએ કે કેટલાક દિવસોથી રજનીકાંત આશ્રમમાં મેડિકેશ કરી રહ્યાં છે. રજનીકાંત મીડિયાને કમલ હસન વિશે જવાબ આપી રહ્યાં હતાં જેમાં હસને કહ્યું કે તે રાજનીતિની કોઈ વાત કરવા નથી માંગતા.

કમલ હસને સોમવારે કહ્યું કે ઘણાં મામલામાં રજનીકાંતની પ્રતિક્રિયા મળી નથી. તેવામાં માત્ર કાવેરી વિવાદમાં તેમની ચુપ્પી અંગે વાત કરવી એ ખોટું છે. તેમણે મીડિયાને કહ્યું કે, આ માત્ર એકલો મુદ્દો નથી જેની પર રજનીકાંતે પોતાના વિચારો નથી મુક્યા પરંતુ અન્ય ઘણાં મુદ્દા છે.

કમલ હસનનું કહેવં હતું કે તે તેના સાથી અભિનેતા અને રાજકારણમાં આવવાની જાહેરાત કરનારા રજનીકાંતની ટીકા કરવામાં પાછી પાની કરશે નહીં. જોકે, હસને સ્પષ્ટતા કરી હતી કે આ ટીકા ફક્તને ફક્ત રજનીકાંતના રાજકીય પક્ષ અને તેની નીતિઓની હશે વ્યક્તિગત નહીં. તામિલનાડુની એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કમલ હસને આ વાત જણાવી હતી.

નોંધનીય છે કે ગત મહિને કમલ હસને પોતાની પાર્ટી લોન્ચ કરી હતી, જેનું નામ મક્કલ નીધિ મય્યમ એટલે 'જનતા ન્યાય કેન્દ્ર' થાય છે. રજનીકાંત પણ જલ્દી જ એક નવી પાર્ટી બનાવવાના છે.

 
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर