Home /News /national-international /જોશીમઠ બાદ જમ્મુના ડોડા જિલ્લામાં પણ 19 મકાનોમાં તિરાડો પડી, જમીન સરકવા લાગી

જોશીમઠ બાદ જમ્મુના ડોડા જિલ્લામાં પણ 19 મકાનોમાં તિરાડો પડી, જમીન સરકવા લાગી

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મકાનોમાં તિરાડો પડી

ડોડા પ્રશાસનનું કહેવું છે કે, છેલ્લા ચાર દિવસમાં તિરાડો પહોંળી થઈ ગઈ છે. પ્રશાસન તપાસમાં લાગી ગયું છે. જો કે, હાલમાં જમીન નીચે ધસવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

 ડોડા: ઉત્તરાખંડના જોશીમઢ બાદ હવે જમ્મુ કાશ્મીરના ડોડામાં જમીન ધસવાના સમાચાર આવી રહ્યા છે. અહીં 21 ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તિરાડો પડી ચુકી છે, જેમાંથી 19 ઘર, એક મસ્જિદ અને એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થા સામેલ છે.

આ પણ વાંચો: VIDEO: આ ભારતીય ક્રિકેટરોએ કર્યું હિન્દુ ધર્મનું અપમાન, તિલક લગાવાની ના પાડી દીધી

ડોડાના ઠઠરીમાં નઈ બસ્તી ગામના 19 ઘરોમાં તિરાડો પડી છે, જેનાથી લોકોમાં ડરનો માહોલ દેખાઈ રહ્યો છે. તેમાંથી એક ઘરમાં તિરાડ પડ્યા બાદ જમીન દોસ્ત થઈ ગયું હતું. આ ઘરોમાં રહેતા 19 પરિવારોને સુરક્ષિત સ્થાન પર લઈ ગયા છે. તેમાંથી મોટા ભાગના પરિવારો પોતાના સંબંધીઓને ત્યાં રહી રહ્યા છે.

ડોડા પ્રશાસનનું કહેવું છે કે, છેલ્લા ચાર દિવસમાં તિરાડો પહોંળી થઈ ગઈ છે. પ્રશાસન તપાસમાં લાગી ગયું છે. જો કે, હાલમાં જમીન નીચે ધસવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.


ભૂવૈજ્ઞાનિકોની ટીમ અને જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો છે. જો કે ચિંતાની કોઈ વાત નથી.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો