કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળ્યા જગદીશ ટાઇટલર, હરસિમરતે કહ્યું- શીખો પ્રત્યે સન્માન નથી

જગદીશ ટાઇટલર શીલા દીક્ષિતના કાર્યભાર સંભાળવાના કાર્યક્રમમાં હાજર રહેતાં વિવાદ ઊભો થયો છે

જગદીશ ટાઇટલર શીલા દીક્ષિતના કાર્યભાર સંભાળવાના કાર્યક્રમમાં હાજર રહેતાં વિવાદ ઊભો થયો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: શીલા દીક્ષિત દ્વારા દિલ્હી કોંગ્રેસનો કાર્યભાર સંભાળવા માટે બુધવાર. આયોજિત કાર્યક્રમ દરમિયાન 1984 શીખ વિરોધી તોફાનોના આરોપી જગદીશ ટાઇટલર સામેલ થયા પર અકાલી દળે (બાદલ) સીધો કોંગ્રેસ પર હુમલો કર્યો છે.

  શીલા દીક્ષિતને 10 જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે જ દેવેન્દ્ર યાદવ, રાજેશ લિલોઠિયા અને હારૂન યુસૂફને વર્કિંગ પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી તેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની મદદ કરી શકે.

  કાર્યક્રમમાં ટાઇટલરની ઉપસ્થિતિએ અકાલી દળ નેતા હરસિમરત કૌરે એએનઆઈને કહ્યું કે, તેમના પરિવારે આ પહેલા શું કર્યું, રાહુલ તે પરંપરાને આગળ વધારી રહ્યા છે. સ્પષ્ટ દેખાય છે કે તેમને શીખો પ્રત્યે સન્માન નથી.

  ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબર 1984ના રોજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના કારણે ભડકેલી શીખ વિરોધી હિંસામાં નાનાવટી આયોગે જગદીશ ટાઇટલરને મુખ્ય આરોપી કરાર કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટ તરફથી 1984 શીખ વિરોધી તોફાનોમાં જનમટીપની સજા સંભળાવ્યા બાદ ગયા મહિને કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દિલ્હી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published: