Rajasthan Crisis : પ્રિયંકા ગાંધીની દરમિયાનગીરી બાદ સચિન પાયલટ માની ગયાનો દાવો

News18 Gujarati
Updated: July 13, 2020, 4:04 PM IST
Rajasthan Crisis : પ્રિયંકા ગાંધીની દરમિયાનગીરી બાદ સચિન પાયલટ માની ગયાનો દાવો
અશોક ગહલોત, સચિન પાયલટ (ફાઇલ તસવીર)

Rajasthan Crisis : સચિન પાયલટ કૉંગ્રેસ છોડી રહ્યાની અટકળો વચ્ચે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પહેલ બાદ પાયલટ વાતચીત શરૂ થઈ.

  • Share this:
જયપુર : સીએમ અશોક ગહલોત (Ashok Gehlot) અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot) વચ્ચે રાજકીય મતભેદે કૉંગ્રેસના હાઇકમાન્ડની ચિંતા વધારી દીધી છે. તમામ પ્રયાસ છતાં સોમવારે સચિન પાયલટની ગેરહાજરીમાં જ રાજસ્થાન કૉંગ્રેસ (Congress)ના ધારાસભ્ય દળની બેઠક થઈ હતી. આ દરમિયાન સૂત્રોનું કહેવું છે કે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Congress general secretary Priyanka Gandhi Vadra) હવે આ રાજકીય સંકટને ખતમ કરવા માટે મેદાનમાં આવ્યા છે. તેમની પહેલ પછી સચિન પાયલટ સાથે ફરીથી વાતચીત શરૂ થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કૉંગ્રેસ પાર્ટીએ સીએમ ઓફિસમાંથી હટાવી દીધેલા પોસ્ટર્સ ફરીથી લગાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં ઊભા થયેલા રાજકીય સંકટને કારણે કૉંગ્રસ હાઇકમાન્ડ ખૂબ ચિંતામાં છે.

આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના ઘર પર બોલાવવામાં આવેલા ધારાસભ્યોની બેઠકમાં 100થી વધારે ધારાસભ્યો પહોંચ્યા બાદ બે દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટનો અંત આવતો દેખાયો હતો. સીએમ ગહલોતે 10થી વધારે અપક્ષ ધારાસભ્યનું સમર્થન મેળવીને મીડિયાને સંકેત આપ્યો કે તેમની સરકાર સુરક્ષિત છે. જોકે, બેઠકમાં સચિન પાયલટ અને અન્ય કેટલાક ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. પાયલટના નજીકના સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે પાયલટના જૂથમાં 25 ધારાસભ્ય છે. એટલે કે પાયલટને 25 ધારાસભ્યનું સમર્થન છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ગહલોતની આગેવાનીમાં યોજાનાર ધારાસભ્યોની બેઠકમાં હાજર નહીં રહે. જે બાદમાં સચિન પાયલટને મનાવવાના પ્રયાસ શરૂ કરાયા હતા.

નીચે વીડિયોમાં જુઓ : આજના મુખ્ય સમાચાર


નોંધનીય છે કે રાજસ્થાન કૉંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે (Avinash Pandey)નું કહેવું છે કે મુખ્યમંત્રી અશોક ગહલોતે બીજેપી તરફથી સરકાર પાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. જે બાદમાં સોનિયા ગાંધી તરફથી અમને સાંજ સુધી 109 ધારાસભ્યોની સહમતિ પત્ર પર સહી કરાવવાનું કહેવામાં આવ્યું હતું. પાંડેનું કહેવું છે કે અશોક ગહલોતે સોનિયા ગાંધીને વિશ્વાસ અપાવ્યો છે. અવિનાશ પાંડેનું માનીએ તો અન્ય ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો એક સાથે છે. તેમણે આક્ષેપ લગાવ્યો કે બીજીપી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી તમામ સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર ઘડી રહી છે. બીજેપી કર્ણાટક અને મધ્ય પ્રદેશ જેવી ઘટના રાજસ્થાનમાં પણ કરવા માંગે છે, પરંતુ તેઓને સફળ નહીં થવા દેવામાં આવે.
Published by: Vinod Zankhaliya
First published: July 13, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading