હવે અમેરિકાએ પણ સ્વીકાર્યુ- કાશ્મીર ભારત-પાક.નો દ્વિપક્ષીય મુદ્દો, મધ્યસ્થતાથી ઇનકાર

અમેરિકા ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળી આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે કારણ કે આ બે દેશોની વચ્ચેનો મુદ્દો છે

News18 Gujarati
Updated: August 13, 2019, 1:00 PM IST
હવે અમેરિકાએ પણ સ્વીકાર્યુ- કાશ્મીર ભારત-પાક.નો દ્વિપક્ષીય મુદ્દો, મધ્યસ્થતાથી ઇનકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: August 13, 2019, 1:00 PM IST
જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે વલણ સ્પષ્ટ કર્યા બાદ અંતે અમેરિકાએ પણ સ્વીકારી લીધું છે કે કાશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. એવામાં મધ્યસ્થતાનો સવાલ ઊભો નથી થતો. અમેરિકા કાશ્મીર મુદ્દે દખલ નહીં કરે.

અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે અમેરિકા પોતાની જૂની નીતિ પર ચાલવા માંગે છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળી આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે કારણ કે આ બે દેશોની વચ્ચેનો મુદ્દો છે.

આ પણ વાંચો, આર્ટિકલ 370 પર પાક.ની છેલ્લી આશા પણ તૂટી, UNSCથી મળ્યો જોરદાર આંચકો

નોંધનીય છે કે, ભારત હંમેશા આ નિવેદન પર કાયમ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર આંતરિક મુદ્દો છે. માત્ર પાકિસ્તાનથી જ તેની પર વાત થશે. તેમાં કોઈ પણ બીજા દેશની દખલ સહન નહીં કરવામાં આવે.

હર્ષવર્ધન સિંગલાએ ફોક્સ ન્યૂઝને કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કાશ્મીર મુદ્દે તેમની મધ્યસ્થતા ભારત-પાકિસ્તાનની સહમતિ પર આધાર રાખે છે. ભારતે મધ્યસ્થતાની રજૂઆત ફગાવી દીધી હતી જેથી કાશ્મીર મુદ્દાને વધુ આગળ નહીં વધારવામાં આવે.


ટ્રમ્પે શું આપ્યું હતું નિવેદન?
નોંધનીય છે કે, હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેમની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું હતું.


આ પણ વાંચો, ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, વિદેશ મંત્રીએ આ જવાબ આપી કરી બોલતી બંધ

ટ્રમ્પે કહ્યું હતું કે, હું ઓસાકા (જાપાન)માં જી-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીની સાથે અહતો. અમે આ વિષય (કાશ્મીર) વિશે વાત કરી. અને તેઓએ કહ્યું હતું કે, શું તમે મધ્યસ્થતા કરવા માંગશો? મેં કહ્યું, ક્યાં? (મોદીએ કહ્યુ) કાશ્મીર.


અમેરિકાના રાષ્ટ્રપતિએ એક સવાલના જવાબમાં કહ્યું કે, જો હું મદદ કરી શકું તો હું તે પસંદ કરીશ. જો હું મદદ માટે કંઈ પણ કરી શકું, તો મને જણાવો.

આ પણ વાંચો, પાકિસ્તાને લદાખ પાસે ફાઇટર પ્લેન તહેનાત કર્યા, સરહદે તણાવ વધ્યો
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...