Home /News /national-international /

ભારતથી પરત ફર્યા બાદ જિનપિંગે કહ્યુ- કોઈ પણ સ્થિતિમાં સંબંધ ખરાબ નહીં થવા દઈએ

ભારતથી પરત ફર્યા બાદ જિનપિંગે કહ્યુ- કોઈ પણ સ્થિતિમાં સંબંધ ખરાબ નહીં થવા દઈએ

પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંથ સાથે તમિલનાડુના મહાબલીપુરમમાં મુલાકાત કરી. (ફાઇલ તસવીર)

ભારત - ચીન વચ્ચે યોજાઈ રહેલી બેઠકોનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે : શી જિનપિંગ

    બીજિંગ : બે દિવસના ભારત પ્રવાસથી પરત ફર્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યુ કે ભારત અને ચીનના સંબંધોને કોઈ પણ સ્થિતિમાં નબળા નહીં પડવા દેવામાં આવે. શિન્હુઆ સમાચાર એજન્સી મુજબ, જિનપિંગે કહ્યુ કે જે મુદ્દે અમે બંને સાથે જોડાયેલી છીએ, તેની પર અમારે ધ્યાનથી કામ કરવું પડશે. અમે કાયદાથી સમસ્યાઓ પર નિયંત્રણ કરીશું.

    જિનપિંગે કહ્યુ કે ગયા વર્ષે વુહાનમાં પીએમ મોદીની સાથે થયેલી અનૌપચારિક બેઠક બાદ જ બંને દેશોના સંબંધો એક નવા આયામ નક્કી કરી ચૂક્યા હતા. તે બેઠકનો સકારાત્મક પ્રભાવ સતત સામે આવી રહ્યો છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિએ સંબંધોને બાધિત કર્યા વગર સંબંધોમાં નિરંતર વિકાસ માટે 6 પૉઇન્ટનો પ્રસ્તાવ આપ્યો છે. શિન્હુઆના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચેના અંતરને યોગ્ય રીતે જોવામાં આવી રહ્યા છે. અમારે તેમને દ્વિપક્ષીય સહયોગના સમગ્ર હિતો માટે ઓછું નથી કરવા માંગતા. તેની સાથે જ અમારે વાતચીત પર મતભેદોને ઉકેલવા જોઈએ.

    આવતા કેટલાક વર્ષ બંને દેશો માટે મહત્વપૂર્ણ : જિનપિંગ

    તેઓએ સૂચન કર્યુ કે બંને દેશોને સમય પર વધુ પ્રભાવી રીતે રણનીતિક સંચાર કરવો જોઈએ, પરસ્પર સમજ અને સહયોગને વધારવો જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોના વિકાસની સામાન્ય દિશાને મજબૂતી સાથે પકડવી જોઈએ.

    તેઓએ કહ્યુ કે, મિત્રતા અને સહયોગ પર ધ્યાન આપો, સંદેહ અને શંકાઓનું સમાધાન કરો અને મતભેદો અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે સંભાળો. જિનપિંગે કહ્યુ કે, આગામી કેટલાક વર્ષ બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. બંને દેશોને નિશ્ચિત રૂપે મૈત્રીપૂર્ણ સહયોગના ઉજ્જવળ માર્ગ પર ચાલવું જોઈએ.

    LAC અંગે પણ બોલ્યા જિનપિંગ

    3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની સાથે સીમા વિવાદ પર શી જિનપિંગે રાજકીય માર્ગદર્શક સિદ્ધાંતો પર સમજૂતી અનુસાર કહ્યુ કે, અમે સીમા મુદ્દે એક યોગ્ય સમાધાનની શોધ કરીશું જે બંને દેશોના પક્ષને સ્વીકાર્ય હોય.

    જિનપિંગે કહ્યુ કે, આપણે એક-બીજાના મૂળ હિતો સંબંધિત મુદ્દાઓને ધ્યાનની સાંભળવા જોઈએ. આપણે તે સમસ્યાઓનું યોગ્ય પ્રબંધન અને નિયંત્રણ કરવું જોઈએ જેમને સમયસર નથી ઉકેલી શકાતો. જિનપિંગે એવું પણ સૂચન કર્યુ કે બંને દશોને સૈન્ય સુરક્ષા આદાન-પ્રદાન અને સહયોગના સ્તરમાં સુધાર કરવો જોઈએ.

    આ પણ વાંચો,

    મહાબલીપુરમનાં દરિયાયાકાંઠે PM મોદીનું મોનિંગ વૉક, જાતે પ્લાસ્ટિકનો કચરો ઉપાડ્યો
    PM મોદી અને શી જિનપિંગે ડિનર ટેબલ પર અઢી કલાક સુધી કરી ચર્ચા, આતંકવાદ અને વેપાર પર ફૉકસ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Mahabalipuram, Xi Jinping, ચીન, નરેન્દ્ર મોદી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन