Home /News /national-international /T20 World Cup મેચમાં પાકિસ્તાનની જીત પર ભારતના નેતાઓએ કેવી પ્રતિક્રિયા આપી?

T20 World Cup મેચમાં પાકિસ્તાનની જીત પર ભારતના નેતાઓએ કેવી પ્રતિક્રિયા આપી?

શશી થરૂરે આશા વ્યક્ત કરી છે કે ભારત ફાઈનલમાં આ પરિણામને ફેરવી નાખશે.

ICC T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું. આ બાદ રાજકીય નેતાઓએ ભારતીય ટીમ માટે પ્રેરણાદાયી મેસેજ શેર કર્યા હતા.

T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)ની પહેલી અને મહત્વની મેચમાં ભારતનો પાકિસ્તાન સામે (India vs Pakistan) કારમો પરાજય થયો છે. દુબઈમાં રમાઈ રહેલી મેચના પરિણામ બાદ હતાશ થયેલા ભારતીયો પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ ભારતના રાજકીય નેતાઓએ વિરાટ સેના માટે પ્રેરણાદાયી અને હકારાત્મક મેસેજ શેર કર્યા છે જેના વખાણ થઈ રહ્યા છે.

ક્રિકેટના અઠંગ ચાહક કહેવાતા કોંગ્રેસ લીડર શશી થરૂરે (Shashi Tharur) પાકિસ્તાનને અભિનંદન આપ્યા છે પણ એવી આશા પણ વ્યક્ત કરી છે કે ભારત ફાઈનલમાં આ પરિણામને ફેરવી નાખશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મેચ જોવા ઉપસ્થિત રહેલા શશી થરૂરે ‘નિરાશાજનક સાંજ’ની કેટલીક ક્ષણોને ટ્વીટર પર શેર કરી હતી.

તેમણે લખ્યું, ‘દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નિરાશાજનક સાંજની કેટલીક આનંદી પળો. ઇન્ટરનેશનલ ક્રિકેટ જોવાની અડધી સદીમાં મેં ભારતને આટલી કારમી રીતે પરાજિત થતાં ક્યારેય નથી જોયું. પાકિસ્તાનને અભિનંદન. આપણે ફાઈનલમાં આ પરિણામને ઉલટાવવું જ પડશે.’



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) પણ વિરાટ કોહલી અને ટીમને ‘બાઉન્સ બેક કરીને વર્લ્ડ કપ જીતવા’નું કહ્યું હતું.

કેજરીવાલે કહ્યું કે, ‘હાર અને જીત એ બધું રમતનો ભાગ છે. તમે બાઉન્સ બેક કરીને વર્લ્ડ કપ જીતશો એવું ઈચ્છું છું. અપકમિંગ મેચ માટે ટીમ ઇન્ડિયાને ઓલ ધ બેસ્ટ.’





દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને ઓપનિંગ પાર્ટનર મોહમ્મદ રિઝવાને (Mohammed Rizwan) 152 રનના સ્કોરનો પીછો કરવાનો શરૂ કર્યો, 18મી ઓવરમાં ટાર્ગેટ સુધી પહોંચીને અત્યાર સુધીની તેમની હારનો ક્રમ તોડી નાખ્યો અને ટી20 મેચમાં 10 વિકેટે પોતાની પ્રથમ જીત નોંધાવી.

કોઈપણ ફોર્મેટની વર્લ્ડકપ મેચમાં ભારત સામે પાકિસ્તાનની આ પ્રથમ જીત હતી. આ ઉપરાંત 10 વિકેટે જીત તે પાકિસ્તાનની કોઈપણ ટીમ સામે પહેલી વારની હતી અને ભારત સામે સૌથી વધુ ઓપનિંગ જોડીની ભાગીદારી હતી. આ ફોર્મેટમાં ભારતની પહેલી વખત 10 વિકેટે હાર હતી.
First published:

Tags: Arvind kejrival, India Vs Pakistan, Shashi Tharoor, T20WorldCup2021, ક્રિકેટ, રાજકારણ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો