ગલવાનમાં સંઘર્ષ બાદ ભારતીય સેનાએ ચીનના કર્નલને બંધક બનાવ્યા હતાઃ સૂત્ર

ગલવાનમાં સંઘર્ષ બાદ ભારતીય સેનાએ ચીનના કર્નલને બંધક બનાવ્યા હતાઃ સૂત્ર
સૂત્રોએ જાણકારી આપી કે 10 ભારતીય સૈનિકો મુક્ત કર્યા બાદ જ ચીની સેના એટલે કે PLAના કર્નલને છોડવામાં આવ્યા હતા

સૂત્રોએ જાણકારી આપી કે 10 ભારતીય સૈનિકો મુક્ત કર્યા બાદ જ ચીની સેના એટલે કે PLAના કર્નલને છોડવામાં આવ્યા હતા

 • Share this:
  સંદીપ બોલ, નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (East Ladakh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત (India) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદ ભારતીય સેના (Indian Army)એ ચીની સેનાના કર્નલ રેન્કના અધિકારીને બંધક બનાવી દીધા હતા. સૂત્રોએ જાણકારી આપી કે 10 ભારતીય સૈનિકો મુક્ત કર્યા બાદ જ ચીની સેના એટલે કે PLAના કર્નલને છોડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ સંબંધમાં કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વી. કે. સિંહ એ પણ દાવો કર્યો હતો કે ચીન ઉપરાંત ભારતે પણ અનેક ચીની સૈનિકોને મુક્ત કર્યા છે.

  આ પણ વાંચો, પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહનો દાવો, ભારતે પણ પકડ્યા હતા ચીની સૈનિક, બાદમાં છોડ્યા  પૂર્વ લદાખ સ્થિત ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકોના હિંસક ઘર્ષણમાં ચીની સેનાએ 10 ભારતીય જવાનોને બંધક બનાવી દીધા હતા, જ્યારે ભારતીય સૈનિકોએ ચીનના કર્નલને પોતાના કબજામાં લઈ લીધા હતા. હવે અહેવાલ આવી રહ્યા છે કે ચીને જ્યારે તમામ ભારતીય જવાનોને મુક્ત કર્યા ત્યારે જ ભારત તરફથી ચીનના કર્નલને છોડવામાં આવ્યા. જોકે, આ બાબત સેના તરફથી અધિકૃત નિવેદનમાં જાહેર નથી કરવામાં આવી.

  આ પહેલા ભારતીય સેનાએ ગુરુવારે તે મીડિયા અહેવાલોને ફગાવી દીધા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલા હિંસક ઘર્ષણ બાદ અનેક સૈનિક ગુમ છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ગુમ નથી થયા.

  ઉલ્લેખનીય છે કે, ગત 5/6 જૂનની રાત્રે હિંસક ઘર્ષણમાં લગભગ 250 ચીની અને ભારતીય સૈનિકો સામેલ થયા બાદ ક્ષેત્રમાં સ્થિતિ તંગ થઈ ગઈ હતી. નોંધનીય છે કે 1962ના ભારત-ચીન યુદદ્ધ બાદ આવું પહેલીવાર થયું જ્યારે ભારતીય સૈનિકોને ચીની પક્ષે બંધક બનાવી દીધા હતા.

   

  આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, બંને સાથે કરી રહ્યા છે વાત
  Published by:News18 Gujarati
  First published:June 21, 2020, 12:47 pm