ત્રિપુરા: યુવકે મિત્રોની સાથે મળી ગર્લફ્રેન્ડ પર ગેંગરેપ કર્યો, માતાની મદદથી સળગાવીને મારી નાખી

News18 Gujarati
Updated: December 8, 2019, 12:31 PM IST
ત્રિપુરા: યુવકે મિત્રોની સાથે મળી ગર્લફ્રેન્ડ પર ગેંગરેપ કર્યો, માતાની મદદથી સળગાવીને મારી નાખી
પ્રતીકાત્મક તસવીર

છોકરીને બે મહિના સુધી બંધક બનાવીને અનેકવાર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું, પોલીસ કાર્યવાહી સામે સવાલ ઊઠ્યા

  • Share this:
નવી દિલ્હી : હૈદરાબાદ (Hyderabad) અને ઉન્નાવ (Unnao)માં મહિલાઓ સાથે દુષ્કર્મ અને (Gang Rape) આગને હવાલે કરવાની ઘટનાઓએ દેશમાં પહેલાથી જ ગુસ્સાનો માહોલ ઊભો કરી દીધો છે, બીજી તરફ હવે ત્રિપુરા (Tripura)થી પણ આવી જ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં 17 વર્ષીય એક છોકરીને તેના પ્રેમી અને યુવકની માતાએ દક્ષિણ ત્રિપુરાના શાંતિરબજારમાં આગને હવાલે કરી દીધી. મળતી માહિતી મુજબ, આ ઘટનાને અંજામ આપતાં પહેલા બે મહિના સુધી છોકરીને બંધ બનાવીને રાખવામાં આવી હતી. આ દરમિયાન છોકરીના પ્રેમી અને તેના મિત્રોએ તેની સાથે અનેકવાર ગેંગરેપ કર્યા. આગ ચાંપવાના કારણે છોકરી 90 ટકા સુધી બળી ગઈ. પડોશીઓએ છોકરીને તાત્કાલીક હૉસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં તેનું મોત થયું.

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીને છેલ્લા બે મહિનાથી બંધક બનાવીને પૈસા માંગ કરવામાં આવી રહી હતી. છોકરીના મોતના સમાચાર મળતાં જ લોકો હૉસ્પિટલ બહાર એકત્ર થયા અને આરોપી યુવક અને તેની માતા પર હુમલો કરી દીધો. છોકરીના પરિજનોનો આરોપ છે કે આરોપી અજય રૂદ્રપાલે તેમની દીકરીને મુક્ત કરવાની સામે 50 હજાર રૂપિયાની માંગ કરી હતી પરંતુ તે શુક્રવાર સુધી 17 હજાર રૂપિયા જ એકત્ર કરી શક્યા હતા. આ વાતથી નારાજ થઈને અજયે તેમની દીકરીને આગને હવાલે કરી દીધી.

મામલાની તપાસ કરી રહેલા એસપી (દક્ષિણ ત્રિપુરા) જલસિંહ મીણા મુજબ, આ મામલાના મુખ્ય આરોપી અજયની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, છોકરી યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી. દિવાળીના સમયે આરોપી યુવક છોકરીના ઘરે પહોંચ્યો અને લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારબાદથી છોકરી યુવક સાથે રહેવા લાગી હતી. પરિજનોનો આરોપ છે કે ત્યારબાદ આરોપીએ તેને બળજબરીથી બંધક બનાવી દીધી અને પૈસાની માંગ કરવા લાગ્યા. મળતી માહિતી મુજબ, આરોપીએ મિત્રોની સાથે મળી છોકરી સાથે અનેકવાર ગેંગરેપ કર્યા. પીડિતાની માતાનું કહેવું છે કે જ્યારે છોકરી ગુમ થઈ તેઓએ તેની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો, Delhi Fire: PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ, કેજરીવાલ સરકારે કહ્યું- દોષિતોને છોડશે નહીં

બે મહિનાથી થઈ રહ્યો હતો ગેંગરેપ

છોકરીના પરિજનોએ આરોપ લગાવ્યો કે આ મામલા વિશે પોલીસને તાત્કાલીક જાણકારી આપવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી. પરિજનો જ્યારે હૉસ્પિટલમાં છોકરીને મળવા પહોંચ્યા તો તેની હાલત ખૂબ ખરાબ હતી. દીકરીએ મરતાં પહેલા તેમને જણાવ્યું કે તેની સાથે બે મહિના સુધી સામૂહિક દુષ્કર્મ કરવામાં આવી રહ્યું હતું.આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર: ખુલ્લા મેદાનમાં 30 ફુટના અંતરમાં ચાર લાશ, મૃતક આરોપીના હાથમાં બંદૂક
First published: December 8, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading