liveLIVE NOW

ભારત બંધ LIVE: કેટલાક શહેરોમાં 144 લાગૂ, કેન્દ્રએ કહ્યું, હિંસા થશે તો તંત્ર જવાબદાર

 • News18 Gujarati
 • | April 10, 2018, 08:45 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 5 YEARS AGO
  12:8 (IST)
  બિહારના આરામાં ભારત બંધ પ્રદર્શન દરમિયાન હિંસાની કેટલીક તસવીરો સામે આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં ઊગ્ર ભીડ તોડફોડ કરતી નજર આવી રહ્યાં છે. પ્રદર્શન દરમિયાન ફાયરીંગનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે. 

  9:50 (IST)
   મધ્યપ્રદેશના ભિંડ અને મુરૈનામાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો.

  9:48 (IST)
   નોકરી અને ભણવામાં જાતિ આધારિત આરક્ષણના વિરોધમાં કરાયેલ ભારત બંધ પ્રદર્શન દરમિયાન બિહારના આરામાં પ્રદર્શનકારીઓ દ્વારા ટ્રેન રોકવાની ખબર આવી છે.

  9:1 (IST)
   સવારે મેરઠમાં ભારત બંધની કોઇ અસર નથી દેખાઇ રહી 

  8:57 (IST)
  રાજસ્થાનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા જયપુરમાં ઇન્ટરનેટ સર્વિસીસ અસ્થાયી રીતે બંધ કરી દેવાઇ છે. જયપુર શહેરમાં સીઆરપીસીની કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. સોમવાર રાતથી જ 24 કલાક માટે જયપુરમાં ઇન્ટરનેટ સર્વિસીસ બંધ કરી દેવાઇ છે

  8:54 (IST)
  ઉત્તરપ્રદેશના મેરઠ, સહારનપુર, મુઝફ્ફરનગરમાં રવિવારથી જ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સહારનપુરમાં અગ્રિમ આદેશો ન અપાય ત્યાં સુધી ઇન્ટરનેટની સુવિધા બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત હાપુડ અને મુઝફ્ફરનગરમાં પણ ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ફિરોઝાબાદ અને મુઝફ્ફરનગરમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. 

  8:46 (IST)
   બે એપ્રિલે દલિતો દ્વારા આપવામાં આવેલ ભારત બંધમાં મધ્યપ્રદેશમાં સૌથી વધારે હિંસા થઈ હતી. અહીં ગ્વાલિયર, મુરૈના અને ભિંડમાં થયેલ હિંસામાં 8 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશ પોલીસની ઈન્ટેલિજન્સ શાખાની પૂર્વ ચેતાવણી હોવા છતાં બે એપ્રિલે આ ત્રણ જિલ્લામાં હિંસા રોકવામાં ન આવી શકી. આ જિલ્લામાં આઠ લોકોના મોત થયા એવામાં મધ્યપ્રદેશ શાસન 10 એપ્રિલે પ્રસ્તાવિત ભારત બંધ અને 14 એપ્રિલે ડો. બીઆર આંબેડકરની જયંતીને ધ્યાનમાં રાખી પ્રશાસન પૂરી રીતે સતર્ક થઈ ગયું છે.

  8:43 (IST)
   ભિંડ અને ગ્વાલિયરમાં કર્ફ્યૂ, કેટલાક જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી


  કેટલાંક સંગઠનો દ્વારા નોકરી અને શિક્ષામાં જાતિ આધારિત આરક્ષણ વિરુદ્ધ મંગળવારે આજે ભારત બંધની જાહેરાતના પહલે કેન્દ્રએ દરેક રાજ્યોને સુરક્ષા વ્યવસ્થા નિયંત્રણમાં રાખવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પોતાના વિસ્તારમાં કોઇપણ હિંસા માટે જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે. લગભગ એક સપ્તાહ પહેલા થયેલ આવા જ પ્રદર્શન દરમિયાન દેશના વિભિન્ન ભાગોમાં હિંસામાં બારથી વધારે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

  આ બંધની પરિસ્થિતિ દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને પહોંચી વાળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાયદો વ્યવસ્થાને જાળવી રાખવા એક એડવાઈઝરી જારી કરી રાજ્યોને જો જરૂર પડે તો કલમ 144 લાગૂ કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભિંડમાં સોમવારે સાંજે 6 કલાકથી જ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં ભોપાલ સહિત એમપીના કેટલાક જિલ્લામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. યુપીના 4 જિલ્લામાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરીને કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજસ્થાનના જયપૂરમાં પણ 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.