ફરી ધ્રૂજી ધરતી! મેઘાલય અને હરિયાણા બાદ હવે લદ્દાખમાં આવ્યો ભૂકંપ, કારગીલથી 200km દૂર કેન્દ્રબિન્દુ

ફરી ધ્રૂજી ધરતી! મેઘાલય અને હરિયાણા બાદ હવે લદ્દાખમાં આવ્યો ભૂકંપ, કારગીલથી 200km દૂર કેન્દ્રબિન્દુ
પ્રતિકાત્મક તસવીર

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે લદ્દાખમાં આ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 200 કિલોમીટર દૂર ઉત્તર પ્રશ્વિમમાં સ્થિત હતું.

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં વિભિન્ન ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે. શુક્રવારે દેશમાં ત્રણ ભૂંકપ (Earthquake) આવ્યા હતા. હરિયાણા (Haryana) અને મેઘાલય (Meghalaya) બાદ ત્રીજો ભૂકંપ લદ્દાખમાં (Ladakh) આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (National Center for Seismology) પ્રમાણે લદ્દાખમાં (ladakh earthquake) આ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી (Kargil) 200 કિલોમીટર દૂર ઉત્તર પ્રશ્વિમમાં સ્થિત હતું. શુક્રવારે રાત્રે 8.15 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટરસ્કેલ ઉપર 4.5 નોંધાઈ હતી. જોકે, ભૂકંપના કારણે કોઈજાન હાની કે અન્ય નુકસાનની કોઈ જાણકારી મળી નથી. આ પહેલા સાંજે મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  આ પણ વાંચોઃ-ચીન બોર્ડ ઉપર તૈનાત ભારતીય જવાને દેશવાસીઓને કરી આવી અપીલ, તમે પણ જોઈલો આ viral video  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મિઝોરમમાં ભૂકંપ બાદ શુક્રવારે મેઘાલયમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે મેઘાલયના તુરાથી પશ્વિમમાં 79 કિલોમિટર દૂર આ ભૂંકપની કેન્દ્રબિન્દુ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.3 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. શુક્રવારે ભૂકંપના આંચકા હરિયાણા અને દિલ્હીના બહારના વિસ્તારમાં અનુભવાયા હતા.

  આ પણ વાંચોઃ-મોત સાથે સવારી! સીટ નીચે ઘૂસ્યો હતો કોબ્રા સાંપ, 20 km સુધી બાઈક ઉપર ચલાવતા રહ્યા યુવકો અને પછી..

  જાણકારી અનુસાર ભૂકંપની કેન્દ્ર રોહતક હતું. બપોરે 3.32 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. જે જમીનની 10 કિલોમિટર અંદર ઉંડું હતું.

  આ પણ વાંચોઃ-ચિનૂક-સુખોઈએ બતાવી ચીનને તાકાત, LAC પાસે આર્મીએ કર્યો યુદ્ધાભ્યાસ, જુઓ તસવીરો

  ઉલ્લેખનીય છે કે મંગળવારે 3.7 તીર્વતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સતત ત્રીજો દિવસે રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મંગળવારે અનુભવાયેલા આંચકાથી રાજ્યમાં ક્યાં જાનમાલનું નુકસાન થયું નથી. તેમણે જણાવ્યું કે રાજધાની આઈજોલમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.
  First published:June 26, 2020, 21:29 pm

  ટૉપ ન્યૂઝ