Home /News /national-international /

ગુજરાત બાદ હવે કર્ણાટકની શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવી શકાશે, કોંગ્રેસે કહ્યું- અમે ધર્મનિરપેક્ષતામાં માનીએ છીએ

ગુજરાત બાદ હવે કર્ણાટકની શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવી શકાશે, કોંગ્રેસે કહ્યું- અમે ધર્મનિરપેક્ષતામાં માનીએ છીએ

બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2022-23 થી ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Bhagavad Gita: શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાના ગુજરાતના નિર્ણય પછી કર્ણાટકના માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર આવો કોઈ નિર્ણય લેતા પહેલા શિક્ષણવિદો સાથે ચર્ચા કરશે. બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2022-23 થી ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    ગુજરાત (Gujarat) બાદ હવે કર્ણાટકની શાળાઓમાં પણ ભગવદ ગીતા (Bhagavad Gita) ભણાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કર્ણાટક (Karnataka)ના શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ મામલે મુખ્યમંત્રી અને પાઠ્યપુસ્તક સમિતિના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2022-23થી ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાના ગુજરાતના નિર્ણય પછી, કર્ણાટકના માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આવો કોઈ નિર્ણય લેતા પહેલા શિક્ષણવિદો સાથે ચર્ચા કરશે. નાગેશે પત્રકારોને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ત્રણથી ચાર તબક્કામાં અભ્યાસક્રમમાં નૈતિક વિજ્ઞાનનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં તેઓ ભગવદ ગીતાનો સમાવેશ કરશે. આ બાબત મારા ધ્યાન પર આવી છે. અભ્યાસક્રમમાં નૈતિક વિજ્ઞાનનો સમાવેશ કરવા અંગે અમે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશું.

    આ પણ વાંચો- કૃષિ મંત્રી રાઘવજી પટેલનો 24 કલાકમાં તેમના હોમ ટાઉન જામનગરમાં જ બે વખત વિરોધ

    મંત્રીએ દાવો કર્યો કે બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું ધોવાણ થયું છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ માંગ કરી છે કે નૈતિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરવામાં આવે. નાગેશના કહેવા પ્રમાણે પહેલા અઠવાડિયામાં નૈતિક વિજ્ઞાનનો વર્ગ હતો જેમાં રામાયણ અને મહાભારત સાથે જોડાયેલા અવતરણો શીખવવામાં આવતા હતા. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી પણ તેમના બાળપણના શિક્ષણનો શ્રેય રામાયણ અને મહાભારતને આપતા હતા. જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમના જીવન પર રાજા હરિશ્ચંદ્રની ભારે અસર પડી હતી. મંત્રીએ કહ્યું કે સમાજ પર સકારાત્મક અસર પડે તેવી બાબતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો એ આપણી ફરજ છે.

    આ પણ વાંચો- Hijab Controversy: BJP નેતાએ હિજાબ વિવાદની પોસ્ટર ગર્લને દેશદ્રોહી ગણાવતા કહ્યું- તે આતંકી સંગઠનની સભ્ય

    આ દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, "અમે નૈતિક ઉપદેશોનો વિરોધ નથી કરી રહ્યા. અમે બંધારણ અને ધર્મનિરપેક્ષતામાં માનીએ છીએ. ભલે તેઓ ભગવદ ગીતા, કુરાન કે બાઈબલ શીખવે, અમને કોઈ વાંધો નથી. કર્ણાટક સરકારે હજુ સુધી ભગવદ ગીતા ભણાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Education Ministry, Gujarati news, Karnataka CM, Karnataka news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन