ગૃહમંત્રાલયે ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી વેપારને લઇને મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે સરહદ વેપાર પર 19 એપ્રિલથી પ્રતિબંધ લગાવ્યો છે. સરકારને એક રિપોર્ટનીમ કહેવામાં આવ્યું કે લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoCના રસ્તેથી થતા વેપારમાર્ગે કેટલાક લોકો દુરુઉપયોગ કરી રહ્યાં છે. વેપાર માર્ગેથી હથિયાર, ડ્રગ્સ અને નકલી કરંસી મોકલવામાં આવે છે.
એનઆઇએ સરહદ સાથે જોડાયેલા કેટલાક મામલાની તપાસ કરી રહ્યું છે. જેમાં બહાર આવ્યું કે એલઓસીના વેપાર માર્ગનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉપયોગ આતંકવાદ અને અલગાવવાદ માટે કરવામાં આવે છે. કેટલાક પ્રતિબંધિત સંગઠનો આ કામને અંજામ આપી રહ્યાં છે.
સરકારે જમ્મુ કાશ્મીરના સલામાબાદ અને ચક્કા-દા-બાગમાં એલઓસી વેપાર પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ગુરુવારે રાતે 12 વાગ્યા બાદ આ પ્રતિબંધ લાગુ થઇ જશે. આ વેપાર હાલ અઠવાડિયામાં ચાર દિવસ થાય છે. આ વેપાર બોર્ડર સિસ્ટમ અને જીરો ડ્યુટી પર આધારિત છે. તેના બે કેન્દ્ર છે. બારામૂલા ઉરીના સલામાબાદ અને પૂછનું ચક્કન-દા-બાગ સામેલ છે.
બંને દેશો વચ્ચે સરહદ વેપાર અનેક વિવાદો વચ્ચે વર્ષ 2005થી 2006માં શરૂ કરવામાં આવ્યો હતો. જો કે આતંકવાદી ઘટનાઓ વધવાને કારણે અવાર-નવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર