કોરોનાની પહેલી લહેર બાદ સરકાર, વહીવટી તંત્ર અને લોકો પણ બેદરકાર બન્યા હતા : મોહન ભાગવત

 • Share this:
  નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના સરસંચાલક મોહન ભાગવત (Mohan Bhagvat)એ લોકોને કોવિડ-19 (covid-19)ની સામે એક થઈે સકારાત્મક બનીને લડત આપવા અપીલ કરી હતી અને કહ્યું કે વાયરસની પ્રથમ લહેર (Coronavirus First Wave) બાદ સરકાર, વહીવટી તંત્ર અને જનતાની બેદરકારીને કારણે હાલની ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

  પોઝિટિવિટિ અનલીમીટેડ વ્યાખ્યાન શ્રૃખલાને સંબોધન કરતા મોહન ભાગવતે કહ્યું કે, આ પડકારૂર સમયમાં બીજા લોકો પર આંગળી ઉઠાવ્યા કરતા આપણે બધાએ સાથે મળીને એક ટીમ બનીને કામ કરુ પડશે. તેમણે વધુમાં કહ્યું કે આપણે આ હાલની આ સ્થિતિની સામનો કરી રહ્યો છે તેની પાછળ ,સરકાર, વહીવટી તંત્ર અને જનતા તમામ કોવિડની પહેલી લહેર બાદ બેદરકાર બન્યા હતા જ્યારે ડોક્ટર દ્વારા આ અંગે સંકેતો આપવામાં આવી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ત્રીજી લહેરની વાતો થઈ રહી છે. આપણે બધાએ એકસાથે રહીને કામ કરવું પડશે.

  તમામ લોકોએ રહેવું પડશે સતર્ક
  ભાગવતે વધુમાં કહ્યું કે, તમામ લોકોએ સકારાત્મક રહેવું પડશે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા તમામ લોકોએ પોતાને કોરોના વાયરસથી બચાવવા સતર્ક અને સાવઘાન રહેવું પડશે. તેમણે કહ્યું કે આ એકબીજા પર આંગળી કરવાનો સમય નથી. વર્તમાન પરિસ્થિતિઓ વિશે થોડુ વિચારવું જરૂરી છે.

  ભાગવતે કોરોના વાયરસ અંગે કહ્યું કે, જ્યારે સમસ્યા આવે છે ત્યારે ભારતના લોકો એકત્ર થઇને સમસ્યાનો સામનો કરે છે. તેમણે કહ્યું કે, લોકો જોણે છે કે કોરોના અમને ડરાવી નહી શકે. આપણે જીતવું પડશે. અને જ્યા સુધી જીતીએ નહી ત્યા સુધી લડતા રહેવું પડશે. તેમણે કહ્યું, થોડી પણ ગફલત થઈ વહીવટી તંત્રના લોકો અને સરકાર પણ ગફલતમાં આવી જેથી આ બીજી લહેર આવી છે.

  મોહન ભાગવતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો, જ્યારે એવું લાગ્યું કે બધું તેનાથી વિરુદ્ધ થઈ રહ્યું છે. ભાગવતે તત્કાલીન વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલનો હવાલો આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, "આ કાર્યાલયમાં કોઈ નિરાશાવાદ નથી, અમને હારની સંભાવનામાં કોઈ રસ નથી, તે અસ્તિત્વમાં નથી." આપણે આ સ્થિતિમાં હિંમત ન હારવી જોઈએ નહીં.
  Published by:kuldipsinh barot
  First published: