Home /News /national-international /સગાઈ બાદ મંગેતરને ફરવાના બહાને બોલાવી રેપ કર્યો, સાત મહિનાની ગર્ભવતી કરી છોડી દીધી

સગાઈ બાદ મંગેતરને ફરવાના બહાને બોલાવી રેપ કર્યો, સાત મહિનાની ગર્ભવતી કરી છોડી દીધી

મંગેતરે રેપ કરી સાત મહિનાની ગર્ભવતી બનાવી દીધી

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સગાઈ બાદ મંગેતરે યુવતી સાથે ફરવા જવાના નામ પર એકાંત સ્થળ પર લઈ ગયો અને તેની સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો.

    કૌશાંબી: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સગાઈ બાદ મંગેતરે યુવતી સાથે ફરવા જવાના નામ પર એકાંત સ્થળ પર લઈ ગયો અને તેની સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો. આ ઘટના બાદ મંગેતરે સગાઈ તોડી નાખી. દુષ્કર્મ બાદ સાત મહિનાની ગર્ભવતી યુવતી સગાઈ તોડ્યા બાદ ટેન્શનમાં રહેવા લાગી. પીડિતાના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તે આ મામલે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં ગઈ તો, તેનો રિપોર્ટ નોંધવામાં આવ્યો નહીં. જે બાદ ગુરુવારે પીડિતાએ પોતાની ફરિયાદ લઈને એસપી કાર્યાલય પહોંચી ગઈ હતી.

    આ પણ વાંચો: સાસુ-સસરાને ઊંઘની ગોળી આપી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ વહુ, ઘરેણાં અને રુપિયા પણ લેતી ગઈ

    પીડિતાએ એસપીને આખી ઘટના જણાવતા આરોપી વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. એસપી બ્રજેશ શ્રીવાસ્તવે પીડિતા અને તેના પિતાને આ મામલામાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. આ ઘટના મંઝનપુર પોલીસ હદ વિસ્તારની છે.

    પિતાએ લગાવ્યો છે આવો આરોપ


    એસપી ઓફિસમાં પોતાની ફરિયાદ લઈને પહોંચેલા પીડિતાના પિતાએ જણાવ્યું છે કે, તેમણે પોતાની દીકરીની સગાઈ આઠ મહિના પહેલા મહાવા ગામના ધર્મરાજ સાથે કરી હતી. સગાઈ બાદ તે નોકરી માટે પરદેશ જતો રહ્યો. આ દરમિયાન આરોપી મંગેતર સાથે તેમની દીકરી ફોન પર વાત કરતી રહેતી. બાદમાં ફરવાના બહાને તેને મળવા બોલાવી. કોઈ એકાંત જગ્યા પર લઈ જઈને તેની સાથે રેપ કર્યો. મારી દીકરીએ વિરોધ કર્યો તો તેણે ફટાફટ લગ્ન કરવાનું વચન આપ્યું. રેપ બાદ મારી દીકરી સાત મહિનાની ગર્ભવતી થઈ ગઈ તો તેણે સગાઈ તોડી નાખી. આજે હું મારી દીકરીને લઈને એસપી ઓફિસે આવ્યો અને મામલાની ફરિયાદ નોંધાવી. એસપીએ આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news

    विज्ञापन
    विज्ञापन