પ્રતિબંધ હટતા જ CM યોગીનું નિવેદન, સપા ઉમેદવારને કહ્યું બાબરની ઔલાદ

 • Share this:
  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પર લાગેલા પ્રતિબંધ હટતાં જ સ્ફોટક નિવેદન આપ્યું છે. શુક્રવારે તેઓએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને બાબરની ઔલાદ કહી સંબોધિત કર્યા. યોગી આદિત્યનાથનું આ નિવેદન ચૂંટણી પંચે લગાવેલા 72 કલાકના પ્રતિબંધની સમય અવધી પૂર્ણ થયા બાદ આવ્યું છે.

  યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના સંભલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણી સભામાં યોગી આદિત્યનાથે શફીકુર્ર રહમાન બર્કે તેઓને જણાવ્યું હતું કે તેઓ મુગલવંશના ઉત્તરાધિકારી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ વિવાદિત નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી, ભાજપે હાથ ખંખેર્યા

  યોગી આદિત્યનાથે કહ્યું કે જ્યારે હું સાંસદ હતો ત્યારે મે એક વખત સપાના ઉમેદવાર જે ખુદ સાંસદ હતા, તેમને તેમના પૂર્વજો અંગે પૂછ્યું હતું. તેઓએ કહ્યું કે અમે બાબરના ઉત્તરાધિકારી છીએ, આ જાણીને હું હેરાન થઇ ગયો હતો.

  સીએમ યોગીએ કહ્યું કે એક તરફ, એક એવી પાર્ટીના ઉમેદવાર છે જે બાબા ભીમરાવ આંબેડકર અને ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા સ્થાનનો વિકાસ કરે છે, બીજી બાજુ વિપક્ષના એવા ઉમેદવાર છે જે ખુદને બાબરની ઔલાદ કહે છે. જે વ્યક્તિ વંદે માતરમ નથી ગાવા ઇચ્છતો, જે બાબા સાહબને માળા પહેરાવવામાં આસુવિધા અનુભવતો હોય તે તમારા મતને લાયક નથી.
  Published by:Sanjay Vaghela
  First published: