પતિના મોત બાદ પત્નીએ 4 દિવસ સુધી ન કરવા દીધા અંતિમ સંસ્કાર, કહ્યું- પહેલા મકાન મારા નામે કરાવો

પતિના મોત બાદ પત્નીએ 4 દિવસ સુધી ન કરવા દીધા અંતિમ સંસ્કાર, કહ્યું- પહેલા મકાન મારા નામે કરાવો
(પ્રતીકાત્મક તસવીર)

4 દિવસ સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર ન થવાથી સંક્રમક બીમારી ફેલાવાનો ખતરો જોતાં પોલીસ અને પ્રશાસનિક અધિકારી દોડી આવ્યા

  • Share this:
    શરદ ત્રિપાઠી, સિદ્ધાર્થનગરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સિદ્ધાર્થનગર (Siddharth Nagar) જિલ્લાના ઉસ્કા બજાર પોલીસ સ્ટેશન હદના રેહરા બજાર મોહલ્લામાં એક મહિલા પોતાના પતિના મોત બાદ 4 દિવસથી અંતિમ સંસ્કાર ન કરાવવાની જીદ પર અડગ રહી. તેનું કહેવું હતું કે પ્રશાસન પહેલા મકાન તેના નામે લખાવે. જ્યારે મકાનને 4 વર્ષ પહેલા તેના પતિ વેચી ચૂક્યા હતા અને મામલો કોર્ટમાં છે. મકાન પર કબજો મૃત વ્યક્તિના પરિવારનો છે.

    4 દિવસ સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર ન થવાથી સંક્રમક બીમારી ફેલાવાનો ખતરો જોતાં પોલીસ અને પ્રશાસનિક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિજનોને ખૂબ સમજાવ્યા. સમાજના તમામ વર્ગોના લોકો મૃતકની પત્ની અંજૂ જાયસવાલને ઘણા સજાવતા રહ્યા હતા પરંતુ પરિજન વાત માનવા તૈયાર નહોતા. આરોપ છે કે આ દરમિયાન પોલીસે પરિજનો પૈકી એક યુવક સાથે મારપીટ પણ કરી. અંતે મૃતકના નાના ભાઈ સુરેશે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કર્યા.



    આ પણ વાંચો, સલમાન ખાનના ડ્રાઇવર અને બે સ્ટાફને થયો કોરોના, પોતે થયો આઇસોલેટ

    શું છે સમગ્ર મામલો?

    પરિજનો અનુસાર ગજેન્દ્ર પ્રસાદનું મૃત્યુ ગત રવિવારે થયું હતું. મૃત્યુ બાદ ગજેન્દ્રની પત્નીએ પોતાના દીકરો ગુજરાતથી ન આવે ત્યાં સુધી તેના અંતિમ સંસ્કાર ન કર્યા. મંગળવાર રાત્રે દીકરો આવી જતાં જ્યારે અધિકારીઓએ અંતિમ સંસ્કાર ન થવાની જાણકારી મળી તો તેઓ ઘરે પહોંચ્યા. પૂછપરછ દરમિયાન ગજેન્દ્રની પત્ની અંજૂ અને દીકરીએ કહ્યું કે જ્યાં સુધી મકાન તેમના નામે નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરીએ.

    આ પણ વાંચો, નર્સનો આરોપ- અકરમ કુરૈશીએ અક્ષય બની કરી દોસ્તી, 7 મહિના સુધી કર્યું શારીરિક શોષણ

    આ અંગે વધુ જાણવા મળ્યું કે, મકાન ગજેન્દ્રએ 2016માં રાજૂ છપડિયાને વેચી દીધું હતું. પરંતુ ગજેન્દ્રની પત્ની આરતીએ પતિની માનસિક સ્થિતિ ખરાબ હોવાની વાત કહીને તરત જ આ મામલાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી, જેની પર સ્ટે ચાલી રહ્યો છે. મકાન પર કબજો મૃતકના પરિવારનો છે. હવે પતિના મૃત્યુ બાદ તે મકાન પર પ્રશાસનથી પોતાના નામે કરાવવાની વાતને લઈ જીદ કરી રહી હતી. મામલામાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, જે પણ નિર્ણય આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:November 19, 2020, 10:40 am